અમદાવાદ : એક બાજુ કોરોના બીજી બાજુ ગરમી ના કહેર માં સેવા સમિતિ મંડળ દ્વારા બરોડા એક્સપ્રેસ હાઇવે પર છાશ અને ખીચડી નું વિતરણ

0
88

હાલ દેશભર માં કોરોના ની મહામારી ચાલી રહેલ છે. અને બીજી બાજુ કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. ત્યારે અમદાવાદ ના એક સેવા સમિતિ મંડળ દ્વારા બરોડા એક્સપ્રેસ હાઇવે પર આવતા જતા દરેક વ્યકિતઓ માટે ગરમી માં ઠંડક ના અહેસાસ મળી રહે તે માટે છાસ નું વિતરણ કરવામાં આવી રહેલ છે.

 

 

ઉપરાંત હાલ કોરોનની મહામારી ના લીધે ઘણા પરપ્રાંતીયો અસુવિધા ના અભાવે પગપાળા પોતાને વતન જવા નીકળી પડ્યા છે ત્યારે તેમની સેવા નિમિતે આ સેવા સમિતિ મંડળ દ્વારા પરપ્રાંતીયો તથા જરૂરિયાત મંદો ને છાસ અને ખીચડી નું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

 

 

આવી કાળ-જાળ ગરમીમાં પાણી ના મળતા તરસ્યા થયેલા આવતા જતા દરેક પ્રવાસીઓને ઠંડી છાશ પીવડાઈ ને તેમની તરસ ઠારી એક ઉત્તમ સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here