હળવદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા માસ્ક નું વિતરણ, : માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપાઈ સમજ.

0
42
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી જાહેર થયેલ હોય ભારત દેશમાં અને ગુજરાતમાં બીજા ત્રીજા તબક્કામાં પરિસ્થિતિ હોય અને વાઇરસ નો ચેપ વધુ ફેલાય નહીં તે માટે હળવદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા માસ્ક નું વિતરણ કરાયું હતું.
 ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લા વાઇસ શહેર વાઇસ અને ચૂંટાયેલા ધારાસભ્યોના મતક્ષેત્રોમાં માસ્ક વિતરણની કામગીરી શરૂ થયેલ છે.
વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ કોરોના બીજા ત્રીજા તબક્કામાં હોય ત્યારે લોકોએ લોકડાઉનનું પાલન કરવુ બિનજરૂરી બહાર જવાનું ટાળવું અને ચાર વ્યક્તિ થી વધારે જાહેરમાં ભેગું ન થવું તેવી સરકારની સુચનાનો સંપૂર્ણપણે પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરેલ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here