આરોગ્ય વિભાગ ધોલેરા દ્વારા સગર્ભા માતા ને દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવ્યુ.

0
0
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદ ડો.શિલ્પા યાદવ, જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, અને તાલુકા હેલ્થ ઓફિસર ધોલેરા ડો.દિનેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા બાંધકામ સમિતીના ચેરમેન દિગપાલસિંહ ચુડાસમા ની અધ્યક્ષતામાં આંબળી ગામે ડો.સિરાજ દેસાઇ,ડો,રીયાજ ઝુલાયા ડો.શૈલેશ ચાવડા ની હાજરીમાં ધોલેરા તાલુકાના ગામોની તમામ સગર્ભા માતાને મચ્છરદાની વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો.દિનેશ પટેલ એ જણાવ્યુ હતુ કે આ મચ્છરદાની દવાયુક્ત હોય જેનો વપરાશ કરવામા આવે તો મેલેરીયા,ડેન્ગ્યુ વગેરે જેવા મચ્છરોથી બચાવે છે.
સગર્ભા માતાની કાળજી આ ઋતુમાં વિશેષ રાખવી જોઈએ તેથી સગર્ભા માતા ને આ મચ્છરદાની વિતરણ કરવામાં આવી છે. આ મચ્છરદાની ને અંદર સુવામાં આવે ત્યારે મચ્છરો અંદર પ્રવેશી શકતા નથી અને મચ્છરદાનીને અડવાથી આ મચ્છરો પર જંતુનાશક દવાની અસર થાય છે. અને મચ્છરો નાશ પામે છે. આ દવાથી માણસ પર કોઈ આડઅસર જોવા મળતી નથી.આ મચ્છરદાની ની દવા ની અશર આશરે છ થી બાર મહિના સુધી રહે છે.
આ દવા યુક્ત મચ્છરદાની દિવસે પણ જો બાંધેલી હોય તો દિવસ-રાત મચ્છરો થી બચી શકાય. મચ્છર ઉપરાંત જુ,ચાંચડ,માકડ,માખી,વંદા વગેરે ઉપર પણ વિપરીત અસરો કરે છે. જેનાથી આ બધી જીવાતો થી થતો ત્રાસ અને રોગનો ફેલાવો પણ ઘટી શકે છે. આમ મચ્છરોથી અને એના દ્વારા ફેલાતા રોગોથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને સલામત ઉપાય મચ્છરદાની નો ઉપયોગ છે. વધુમા ડો.સિરાજ દેસાઈ એ જણાવ્યુ હતુ કે મચ્છર ઉત્પતિ ન થાય તે હેતુસર લોક જાગ્રુત કેળવાય તે ખુબ જરૂરી છે ઘરની આસપાસ ખાડા ઓમાં પાણી એકઠુ ન થવા દેવુ,ખાડા હોય તો માટી થી પુરી દેવા. આખી બાંય ના કપડા જ પહેરવા જોઈએ. અને જો તાવ કે કળતર જેવા લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને સલાહ અને સારવાર માટે જવુ.
રિપોર્ટર : રાજીવ ઠક્કર, CN24NEWS, અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here