Thursday, April 18, 2024
Homeગુજરાતખંભાળિયામાં મકરસંક્રાંતિના તહેવારે આખા ગામની ગાયોને લાડુંનું વિતરણ

ખંભાળિયામાં મકરસંક્રાંતિના તહેવારે આખા ગામની ગાયોને લાડુંનું વિતરણ

- Advertisement -

પવિત્ર મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ગાયો ને લાડુ નું જમણ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ છેલ્લા (100) એકસો વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે. આ લાડુ ઘઉંનો લોટ, તેલ, તલ અને ગોળ નાખી બનાવવામાં આવે છે.

 

 

આ ગૌ સેવાના કાર્યમાં ખંભાળીયા ગામમાંથી તમામ વેપારી ભાઈઓ ઓઇલ મિલ તથા રેકડીવારા તમામ નાના મોટા ભાઈઓનો તન મન ધનથી સાથ સહકાર મળે છે. આ સેવા કાર્યમાં 500 કિલો ઘઉંનો લોટ, તેલ દબા 10 તથા ગોળ દબા 20થી 25નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે. અને સક્રાંત સુધી ચાલુ રહેશે આ સેવાના કાર્ય માટે રમણિકભાઈ મોટાણી, હરૂભાઈ દારીયાવારા તથા મેહુલભાઈ તન્ના સારી જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવા કાર્યમાં તન મન ધનથી સેવા આપનાર તમામનો રમણિકભાઈ મોટાણીએ આભાર વ્યક્ત કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular