Thursday, April 18, 2024
Homeગુજરાતરાપર એપીએમસી ખાતે જિલ્લા ભાજપના પ્રમુખનું વિશેષ બહુમાન કરાયું

રાપર એપીએમસી ખાતે જિલ્લા ભાજપના પ્રમુખનું વિશેષ બહુમાન કરાયું

- Advertisement -

કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ દેવજી વરચંદની વરણીને રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બિરદાવવા ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિના સભા ખંડ ખાતે રાપર તાલુકા ભાજપ શહેર, ભાજપ યુવા મોરચો, લધુમતી મોરચો, અનુસુચિત જાતિ મોરચો, બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો, તાલુકા પંચાયત સહિતના તમામ મંડલ અને રાપર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખે પ્રજા પ્રશ્નોના નિકાલ માટે હંમેશા પક્ષ કામ કરતો રહેશે તેવી ખાતરી આપી હતી.

સન્માન સમારોહ પ્રસંગે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદનુ મોમેન્ટો અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ હોદેદારો તથા પદાધિકારીઓએ સન્માન કર્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમા નવ નિયુક્ત પ્રમુખ દેવજીભાઈએ તાલુકાના હોદેદારો તથા પદાધિકારીઓ અને સંગઠનના સદસ્યોને ભાજપના સંગઠન પર ભાર મૂક્યો હતો. આગામી દિવસોમાં આવનારી નગરપાલિકા, ગ્રામ પંચાયત તથા લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી હતી.

A વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા સહિતના આગેવાનોએ સંબોધન કર્યું હતું. વિકાસ રાજગોર, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ વણવીર સોલંકી, માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા વિકાસ રાજગોર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વગેરે પક્ષના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular