સુરેન્દ્રનગર શહેરમાં દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં જીલ્લાના વહીવટી તંત્ર નાં વડા એટલે કે જીલ્લા કલેકટર કે સી સંપટ અને કાયદાના રક્ષક જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા ગરીબોની વચ્ચે જયને દિવાળી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે જેમાં શહેરની જાણીતી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં હેન્ડીકેમ્પ પ્રજ્ઞાચક્ષુ મહીલાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી તમામ બાળાઓ સાથે ફટાકડા ફોડી એમનું મો મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે સી સંપટ અને જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા પ્રજ્ઞાચક્ષુ મહીલાઓ સાથે ફટાકડા ફોડી એમનું મો મીઠું કરાવી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી સમાજમાં એક એવો વર્ગ જે સમાજથી પરેછે પોતાની આંખો નથી પરંતુ મનની આંખોથી દુનિયા જોવોછે એને સમજેછે એવી પ્રજ્ઞાચક્ષુ મહીલાઓ સાથે દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી. તમામ બાળકો સાથે 3 કલાકથી વધુ સમય વિતાવી અને દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી તમામ બાળાઓએ પણ આજનો દિવસ એમનાં માટે યાદગાર બન્યો હતો જેને હંમેશા યાદ રાખશે.
પ્રજ્ઞાચક્ષુ સેવાકુજ દ્વારા કલેકટર અને એસપી નું ઢોલનગારા સાથે ફુલોનો વર્ષા કરીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુંદર મજાની રંગોળી બનાવી કુમકુમ તિલક કરીને બ્લાઇન્ડ મહીલાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સંસ્થા નાં સંચાલન કરતાં મુકતાબેન ડગલી અને પંકજભાઇ ડગલીએ આવું કાર્ય કરવા બદલ બંને અધીકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રથમવાર આવી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી જે દિવસ યાદગાર બની રહેશે.