Friday, March 29, 2024
Homeવડોદરા : ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભમાં જિલ્લા કલેક્ટરની બેઠક, જરૂરી કામગીરી અંગે...
Array

વડોદરા : ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભમાં જિલ્લા કલેક્ટરની બેઠક, જરૂરી કામગીરી અંગે સૂચના આપી

- Advertisement -

વડોદરા. ચોમાસું નજીકમાં છે તેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા મહાનગર પાલિકા,જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, એસ.ટી.,સિંચાઇ સહિતના વિવિધ વિભાગો સાથે પ્રાથમિક પરામર્શ બેઠક યોજી હતી. ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભમાં તકેદારી અને અગમચેતી સાથે જરૂરી સુવિધા સહિત તમામ સુસજ્જતા કેળવવા અને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂરી કરી લેવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને નહેરો અને કાંસોની સાફસફાઈ, રસ્તા અને પાણીના માર્ગો પર ચોમાસામાં બાધક બને તેવા ઝાડી ઝાંખરા અને અવરોધોનું નિવારણ, તળાવો અને પાળાઓની મજબૂતી જેવા જરૂરી કામો અગ્રતા ક્રમે કરવા જણાવ્યું હતું.

કાંસની સફાઈ યોગ્ય રીતે થાય અને મોનીટરીંગ કરવા ભાર મૂક્યો

આ ઉપરાંત રસ્તાઓના ખાડા પૂરવા અને જરૂરી દુરસ્તી કરવી,વીજ કંપનીઓ દ્વારા વીજ લાઇનો ની જરૂરી દુરસ્તી કરવી જેવી બાબતોની ચર્ચા કરી,કરવા યોગ્ય પૂર્વ તૈયારીઓનું વિગતવાર માર્ગદર્શન તેમણે આપ્યું હતું.ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈન, ગટરો, નાળા,નહેરો,વોટર બોડી અને નદી કિનારાની સફાઈ અને માળખાઓની દુરસ્તી અને સુધારણા કરવાની સૂચના આપવાની સાથે સિંચાઇ વિભાગને કાંસની સફાઈ યોગ્ય રીતે થાય એનું મોનીટરીંગ કરવા અને ભૂખી તેમજ રંગાઈના કાંસોની સફાઈ કરાવવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી,નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular