દહેગામ : વાસણ સોગઠી ગામના જિલ્લા સદસ્ય ઉપર ધારિયાથી થયો હુમલો, સારવાર અર્થે ગાંધીનગર સિવિલ માં દાખલ કરવામાં આવ્યા.

0
58

 

વાસણા સોગઠી ગામના જિલ્લા સદસ્ય ઉપર જીવલેણ હુમલો.
ગામના જ વ્યક્તિએ તેમના ઉપર ધારિયાથી કર્યો હુમલો
લોહીલુહાણ હાલતમાં ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા.

 

                             

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે રહેતા અમરસિંહ પુજસીહ સોલંકી ભાજપ પક્ષ ઉપરથી જિલ્લા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે બપોરના સમયે તેમના ગામમાં રહેતા વિજયસિંહ રામાજી ઠાકોર નામની વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર અમરસિંહ સોલંકી પર હુમલો કરી ધારિયાના ઘા માર્યા હતા. તેમના ઉપર હુમલો કરી બરડા ઉપર ઉપરાછાપરી ધારિયાના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. ભાજપ ના સદસ્ય પર થયેલા હુમલામાં સ્થાનિક રાજકારણમા ખળભળાટ મચી જવા પામેલ છે અને ભાજપના નેતાઓ દોડધામ મચાવી દીધી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here