નિર્ણય : જિલ્લા પોલીસ વડાએ મહેસાણામાં ભારે વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો

0
5

મહેસાણા: જિલ્લા કલેક્ટરે સવારે 8થી રાતના 10 વાગ્યા સુધી મહેસાણામાં ભારે વાહનો પર પ્રવેશ બંધી લગાવી હતી. જેને પગલે વેપારીઓ દ્વારા કલેક્ટરના જાહેરનામાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.આ વિવાદ વચ્ચે કલેક્ટરનું જાહેરનામું હોવાછતાં જિલ્લા પોલીસ વડાએ ભારે વાહનના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. જિલ્લા પોલીસ વડાએ વેપારીને પડતી મુશ્કેલીને ધ્યાનમા રાખી ભારે વાહન પ્રવેશની છૂટ આપી છે. APMC અને અનાજ બજારમાં આવતા તમામ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો છે. વેપારીની રજૂઆત બાદ મહેસાણા જિલ્લા વડાએ પ્રવેશબંધી હટાવી છે. મહેસાણા APMCના ચેરમેને વેપારીઓને બોલાવી ભારે વાહનનો પ્રવેશ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો હોવાની માહિતી આપી હતી. આમ હવેથી APMC અને અનાજ બજારમાં આવતા વાહનોને રોકવામાં આવશે નહીં.

કયા રસ્તે થઈ અમદાવાદ જવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું

આ પહેલા મહેસાણા શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને હળવી કરવા માટે કલેક્ટર દ્વારા મહેસાણા શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ઊંઝા તરફથી આવતા ભારે વાહનોને ફતેપુરા સર્કલથી બાયપાસ થઈ અમદાવાદ તરફ તેમજ અમદાવાદ તરફથી આવતા વાહનોને શિવાલય સર્કલથી બાયપાસ પરથી પસાર થવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.