દહેગામ : જિલ્લા પોલીસવડા મામલતદાર, PI અને પોલીસ કર્મચારીઓ વાહનચાલકોને કડક સુચના આપીને લોકડાઉન બાબત જાગૃત થવા આપી રહ્યા છે આદેશ.

0
32

 

ગાંધીનગર : દહેગામ શહેર ખાતે આજે વાહનચાલકોનો ખડકલો થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. દહેગામ મામલતદાર, જિલ્લા પોલીસ અધિકારીઓ, દહેગામ PI, PSI, અને પોલીસકર્મીઓ આજે લોકડાઉનનો પાઠ ભણાવવા માટે અને લોકોને હજી પણ જાગૃત બનવા માટે કડક માં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. આજે દહેગામ પોલીસ ચોકીની આગળ મામલતદાર જિલ્લા પોલીસ વડા અને પી.આઈ તેમના સ્ટાફ સાથે ઉભા રહીને આવતા જતા વાહન ચાલકોને જેને માસ્ક ન પહેર્યા હોય તેમને પહેરવાની સુચના આપી હતી.

 

 

આવતા જતા વાહન ચાલકોને લોકડાઉન શું છે તેની ખબર ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અધિકારીઓ પ્રજાનો મિત્ર બનીને હજી પણ લોકોને સમજાવીને સમજાવી રહ્યા છે. પરંતુ લોકો હજી સમજતા નથી લોકોની સલામતી માટે આજે દહેગામ પોલીસ ચોકી ખાતે મામલતદાર અધિકારીઓ જે સેવા બજાવી રહ્યા છે તે પ્રજાના હિતમાં છે. પરંતુ લોકો આ બાબતે સમજતા ન હોય તેમ ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી. તેથી ન છૂટકે પોલીસ દ્વારા કેટલીક બાઇકો ડિટેઇન કરવામાં આવી રહી છે અને દંડ કરવા પડે છે.

 

 

પોલીસ કાયદાના પાલન માટે સતત સેવા આપતી નજરે પડી રહી છે ત્યારે પ્રજાએ પણ સાથ સહકાર આપવો જોઈએ. આજે સવારથી શહેરના મુખ્ય માર્ગો ઉપર કડક માં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકડાઉનનું કડકમાં કડક પાલન થાય તેના માટે સ્થાનિક અધિકારીઓ અને જિલ્લા થી જિલ્લાના પોલીસ અધિકારીઓ ખડે પગે ઊભા રહીને સેવા આપતા નજરે પડી રહ્યા છે.

 

 

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here