બનાસકાંઠા : દાંતા અને અંબાજી ની મુલાકાત લેતા જીલ્લા પોલીસવડા.

0
101
શક્તિ ભક્તિ અને પ્રકુતિ નું  ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલુ છે હાલમાં લોકડાઉન 3 મે સુધી હોઈ પોલીસ દ્વારા તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કામ વગર બહાર નીકળતા લોકો પર પોલીસ કાયદેસર કાર્યવાહી કરી રહી છે. ત્યારે અંબાજી નો ચીતાર જાણવા માટે બનાસકાંઠા જિલ્લાના એસ.પી. તરુણ દુગ્ગલ એ અંબાજી ના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું.
અંબાજી ની મુલાકાત લેવા માટે પાલનપુર થી જીલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ એ અંબાજી મંદિર અને તમામ ચેક પોસ્ટ નું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ દાંતા ખાતે પણ સુરક્ષાની જાણકારી મેળવી હતી સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારથી લોકડાઉન શરુ થયું છે ત્યારથી આજ દિન સુધી અમે 5000 જેટલા વાહનો ડિટેઇન કરેલ છે અને 2600 જેટલા લોકો ઉપર જાહેર નામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. અંબાજી આસપાસ રાજસ્થાન સરહદ લાગતી હોઈ અહીં પોલીસ જવાનો બોર્ડર પર ફરજ બજાવે છે. નિરીક્ષણ દરમિયાન SOG PI અગ્રાવત સાહેબ અને અંબાજી PI જે. બી .આચાર્ય પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here