Home વડોદરા વડોદરા : ડિવોર્સી યુવક સાથે લગ્ન કરી 1.10 લાખ રૂપિયા લઇને યુવતી...

વડોદરા : ડિવોર્સી યુવક સાથે લગ્ન કરી 1.10 લાખ રૂપિયા લઇને યુવતી સહિત ત્રિપુટી ફરાર

0
20

વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં લૂંટેરી દુલ્હનનો બીજો બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ડિવોર્સી યુવકના મહિલા સાથે લગ્ન કરાવી 1.10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાનો બનાવ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે દુલ્હન સહિતની ભેજાબજ ત્રિપુટી વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની માંગ કરતા હોવાથી યુવાન લગ્ન કરવા તૈયાર નહોતો
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલા જલારામ હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા 39 વર્ષીય જૈમિનભાઇ પરમાર આણંદ ખાતે અમૂલ ડેરીમાં નોકરી કરે છે, તેમના પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થયા હતા. બીજા લગ્ન કરવા નીકળેલા જૈમિનભાઇનો ભેટો અફસાના બાનુ(રહે, મન્સૂરી મસ્જિદ પાસે, હાથીખાના, વડોદરા) સાથે થયો હતો, ત્યારબાદ અફસાનાબાનુ સૈયદ, શોભાબેન જાદવે(રહે, ઔરંગાબાદ) અને વિપુલભાઇ મહેતા(રહે, ઉમરગામ, વાપી)એ ઘણી બધી છોકરીઓ સાથે મુલાકાત કરાવીને ફોટા બતાવ્યા હતા, પરંતુ, પૈસાની માંગ કરતા મામલો ટળી ગયો હતો.

ઠગ ટોળકીએ મૃતકની અંતિમ ઇચ્છા હોવાનું કહીને યુવકને લગ્ન માટે તૈયાર કર્યો
5 મહિના બાદ અફસાના બાનુ જૈમિનના ઘરે પહોંચી હતી અને જણાવ્યું હતું કે, વિપુલ મહેતાનું મૃત્યુ થયું છે અને તેઓની અંતિમ ઇચ્છા હતી કે, તમારા લગ્ન ઉષાબેન પાટીલ(રહે, કરખેલી રોડ, નાંદેડ, મહારાષ્ટ્ર) સાથે થાય, તે છોકરી અનાથ છે અને લગ્ન પેટે રૂપિયા દોઢ લાખ ખર્ચો થશે તેમ જણાવતા જૈમિનભાઇ રાજી થઇ ગયા હતા અને રોકડા 50 હજાર રૂપિયા પાદરા ખાતેના વકીલની ઓફિસમાં આપ્યા હતા અને લગ્ન બાદ શોભાબેન જાદવ જૈમિનના ઘરે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, ઉષા પાટીલને પગ ફેરા માટે ઔરંગાબાદ ખાતે લઇ જવાની છે, તેમ જણાવી વધુ 60 હજાર રૂપિયા ખંખેર્યા હતા. ત્યારબાદ ઉષા પાટીલ પરત ન ફરતા અને મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા પોતે છેતરપિંડીનો શિકાર બન્યા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ દુલ્હન સહિતની ત્રિપુટી સામે ફરિયાદ નોંધી
ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે અફસાનાબાનુ સૈયદ, ઉષાબેન પાટીલ અને શોભાબેન જાદવની ત્રિપુટી વિરુદ્ધ ICPની કલમ 420 ,417 અને 114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક મહિના પહેલા પણ લૂંટેરી દુલ્હન પકડાઇ હતી
વડોદરા શહેર નજીક કરચીયા ગામના યુવક આકાશ કોળી સાથે આણંદના નકલી પરીવારે યુવતી સોનલના ફૂલહાર કરી દોઢ લાખ રોકડા અને સોના- ચાંદીના દાગીના, મોબાઈલ પડાવી યુવતી અને તેનો પરિવાર ફરાર થતાં યુવકે જવાહરનગર પોલીસ મથકે પરિવારના 6 સભ્યો વિરુદ્ધ છેતરપિંડીનો ફરિયાદ નોંધાવી હતી. જેમાં જવાહરનગર પોલીસે દુલ્હન અને અન્ય બે મહિલાઓ સહિત કુલ 6 ઠગને ઝડપી પાડ્યા હતા. આ ઠગ ટોળકીએ 15થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી નાણા પડાવ્યા હોવાની તપાસમાં બહાર આવ્યું હતુ. ઠગ ટોળકીમાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સોનલનો પ્રેમી છે. અને તે તેનો ભાઈ છે તેવો ઢોંગ કરી લગ્ન વાચ્છુક યુવકોને વિશ્વાસમાં લેતો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App