એક્ટ્રેસના મૃત્યુ બાદ વિવાદ : દિવ્યા ભટનાગરના ભાઈનો દાવો, દીદીના કબાટમાંથી ચિઠ્ઠી મળી, પતિ ત્રાસ આપતો હોવાની વાત લખી હતી

0
5

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવી સિરિયલમાં દેખાયેલી દિવ્યા ભટનાગરનું સોમવારે નિધન થયું છે. તે કોરોના, ન્યુમોનિયા અને હાઇપરટેંશન સામે લડી રહી હતી. હવે એક્ટ્રેસના ભાઈ દેવાશીષ ભટનાગરે દાવો કર્યો છે કે તેની બહેન એક ચિઠ્ઠી મૂકીને ગઈ છે જેમાં તેણે લગ્ન બાદ પતિ ગગન ગબરુના ત્રાસ અને અબ્યુઝ વિશે લખ્યું છે. દેવાશીષના જણાવ્યા મુજબ, દિવ્યાએ આ બાબતે નવેમ્બરમાં એક પોલીસ ફરિયાદ પણ ફાઈલ કરાવી હતી.

દિવ્યાએ ગગન પર ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા

એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં દેવાશીષ ભટનાગરે જણાવ્યું કે, ‘ગગને દીદીને તેમના લગ્ન બાદ તરત ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે 7 નવેમ્બરે એક નોટ લખી હતી જેમાં જણાવ્યું કે ગગન તેને ટોર્ચર અને અબ્યુઝ કરી રહ્યા હતા. કાલે અમને કબાટમાંથી તે નોટ મળી. ડોમેસ્ટિક વાયોલન્સની એક ઘટના બાદ 16 નવેમ્બરે દીદીએ ગગન વિરુદ્ધ એનસી ફાઈલ કરવા માટે પોલીસને અપ્રોચ પણ કર્યા હતા. જ્યારે તે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે મારી તેમની સાથે વાત થઇ હતી. મેં તેમને હિંમત રાખવા કહ્યું હતું.’

દેવોલિના ભટ્ટાચાર્જી પણ આવા આરોપ લગાવી ચૂકી છે

આ પહેલાં એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ દિવ્યાના મૃત્યુ પર શોક જતાવ્યો હતો અને રડતા તેના પતિ ગગન પર તેને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. દેવોલિનાના જણાવ્યા અનુસાર દિવ્યાનું મૃત્યુ માત્ર કોરોનાને કારણે નથી થયું પણ તેના પતિ ગગન ગબરુને કારણે તેને માનસિક અને શારીરિક પીડામાંથી પણ પસાર થવું પડ્યું.

11 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી દિવ્યા ભટનાગર

11 દિવસથી હોસ્પિટલમાં એડમિટ દિવ્યાએ સોમવારે મુંબઈની એક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દેવાશીષ ભટનાગરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ‘થોડા દિવસ પહેલાં અમે દીદીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા.  જોકે તેમની તબિયત સુધરી ન હતી. આજે સવારે (7 ડિસેમ્બરે) કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થઇ ગયું. કારણ બીજા પણ છે, યોગ્ય સમયે આના પર વાતચીત કરીશ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here