અરવલ્લી : દિવ્યાંગ બહેને મોટી બહેનને કિડની આપી બચાવી જિંદગી

0
7

હાલ આપણે સમાજમાં નજર કરીએ તો પરિવારમાં પૈસા અને મિલકત માટે લોકો એકબીજાને મારવા મરવા તૈયાર થઇ જતા હોય છે. ત્યારે બે બહેનોનો હૃદયને પીગળાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. દિવ્યાંગ બહેને પરિણીત મોટી બહેનને કિડની આપીને નવું જીવન બક્ષ્‍યું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, અરવલ્લીનાં ધનસુરાનાં રાજપુરમાં રહેતી દિવ્યાંગ કામિની પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. મોટા બહેન શિલ્પા અમદાવાદમાં રહે છે. મોટી બહેનની ગયા વર્ષે તબિયત લથડી હતી. જેનાં તપાસમાં તેમની એક કિડની કામ ન કરતી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમણે ડાયાલિસીસ પણ કરાવ્યું હતું. ડૉક્ટરોએ તેમને કહ્યું હતું કે, તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે. ત્યારે જ નાની બહેને કહી દીધું કે તે પોતાની કિડની આપશે. જે બાદ જરૂરી તમામ લોહીનાં રિપોર્ટ કરાવ્યાં. અને બહેન સાથે કિડની પણ મેચ થઇ ગઇ. ત્યારે કામિનીનું વજન માત્ર 32 કિલો જ હતું.

તે છતાં બંન્નેનું ઓપરેશન શરૂ થયું નાની બહેનની કિડની કાઢીને મોટી બહેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી. હાલ, બંન્ને બહેનો સ્વસ્થ છે.