સુરત : દિવ્યાંગનો રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું

0
0

રોટરી ક્લબ સુરત ઇસ્ટ અને રોટરી ક્લબ ઈમારી ડ્રુડ હિલ્સ ( એટલાન્ટા) ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ અર્પણનો કાર્યક્રમ યોજાય હતો. જેમાં અધ્યક્ષ સ્થાને મેયર ડો.જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં નારાયણ સેવા સંસ્થાનની ટીમ દ્વારા દિવ્યંગોને અંગો ફીટ કરવામાં આવ્યા હતાં. 117 જેટલા લાભાર્થીઓને 153 અંગો ફીટ કરવામાં આવ્યાં હતાં.

દિવ્યાંગોનીં જિંદગી સરળ બનાવવા પ્રયાસ

કૃત્રિમ અંગોથી દિવ્યાંગજનોની જીંદગીમાં ઘણો સુધારો થઈ શકે છે અને તેઓ પોતાની દૈનિક ક્રિયા તેમજ કાર્ય ખુબ સારી રીતે કરી શકે છે. હાથ અથવા પગ વગર જિંદગી વિતાવે છે એમના માટે આ કૃત્રિમ અંગો વરદાન સ્વરૂપ છે. કાર્યક્રમમાં રોટરી ડીસ્ટ્રીકટ 3060ના ગવર્નર રો.પ્રશાંત જાની તેમજ મહેમાન તરીકે ચેમ્બર ઓફ કોમર્સનાં નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ નાવડિયા હાજર રહ્યાં હતાં. ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ વીણાબેન પટેલ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસ કાર્યક્રમ શરૂ રહેશે

રોટરી ક્લેબ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ ઈમારી ડ્રુડ હિલ્સ ( એટલાન્ટા) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ બે દિવસ ચાલશે. શનિ અને રવિવારે ચાલનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here