Monday, January 13, 2025
HomeવિદેશWORLD : અમેરિકામાં દિવાળી: ઇતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કની સ્કૂલોમાં રજા જાહેર, વ્હાઈટ હાઉસમાં...

WORLD : અમેરિકામાં દિવાળી: ઇતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કની સ્કૂલોમાં રજા જાહેર, વ્હાઈટ હાઉસમાં પણ જશ્ન

- Advertisement -

અમેરિકામાં દિવાળી સેલિબ્રેશન વ્હાઈટ હાઉસમાં પણ ઉજવવામાં આવે છે. બરાક ઓબામા, ટ્રમ્પથી માંડીને બાઇડેન સુધી જે પણ રાષ્ટ્રપતિ રહ્યા છે, તેમણે વ્હાઈટ હાઉસમાં દિવાળી સેલિબ્રેશન કર્યું છે. એટલું જ નહી આ અવસર પર સ્થાનિક સ્તરે આયોજિત કાર્યક્રમોમાં પણ નેતા જઇ રહ્યા છે, પરંતુ આવું પહેલીવાર થશે જ્યારે ન્યૂયોર્કમાં દિવાળી પર સ્કૂલો બંધ રહેશે.

ન્યૂયોર્ક સિટીના મેયર કાર્યાલયમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે કામ કરનાર દિલીપ ચૌહાણે તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ વર્ષે દિવાળી સ્પેશિયલ છે. ઇતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કની સ્કૂલો દિવાળીના તહેવારમાં બંધ રહેશે. સ્કૂલોમાં શુક્રવાર 1 નવેમ્બરના રોજ દિવાળીની રજા રહેશે.

દિલીપ ચૌહાણે કહ્યું કે ‘ન્યૂયોર્કમાં આવો નિર્ણય લેવો આસાન ન હતો, જ્યાં કુલ 11 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે હિન્દુ સમુદાયના ઘણા નેતાઓએ થોડા વર્ષો પહેલાં જ તેને લઇને મૂવમેન્ટ શરૂ કરી હતી. તેમણે માંગ કરી હતી કે આવી રજા હોવી જોઇએ. ત્યારે હવે ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે સ્વિકારી કરી લીધો છે. હવે વહિવટીતંત્રએ 1 નવેમ્બરના રોજ દિવાળીની રજાની જાહેરાત કરી છે.’

દિલીપ ચૌહાણે કહ્યું કે ‘હિન્દુ સમુદાય માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે લાંબા સમયથી પેન્ડીંગ માગ પર મોહર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ પાસે ઓપ્શન રહેતો હતો કે તે દિવાળી ઉજવશે કે પછી સ્કૂલ જશે. આમ પણ દિવાળી એક દિવસ જ નહી, પરંતુ 5 દિવસનો તહેવાર છે.’

દિવાળીના દિવસો લોકો પૂજા કરતા હોય છે અને મંદિર જાય છે. ત્યારે તે સ્કૂલ જાય કે પછી મંદિર? ખૂબ જ અસમંજસભરી પરિસ્થિતિ સર્જાતી હતી. હવે હિન્દુ સમુદાયના લોકો સરળતાથી દિવાળી ઉજવી શકશે અને સ્કૂલોમાં રજા રહેશે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજ માટે આ ખુશીની વાત છે કે દિવાળીના દિવસે પણ સ્કૂલ બંધ રહેશે. દિલીપ ચૌહાણે કહ્યું કે ‘અમે મેયર એડમ્સના આભારી છીએ કે તેમણે દિવાળી પર રજા જેવી જાહેર કરવાનો મોટો નિર્ણૅય લીધો. જોકે આ વર્ષે જૂનમાં જ ન્યૂયોર્ક સિટી વહિવટીતંત્રએ દિવાળી પર રજાની જાહેરાત કરી હતી. હવે આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular