Piaggioની દિવાળી ઓફર, Vespa અને Aprilia સ્કૂટર પર મળશે શાનદાર ડિસ્કાઉન્ટ

0
17

Piaggio Indiaએ ફેસ્ટીવ સિઝન ડિસ્કાઉન્ટની જાહેરાત કરી દીધી છે. કંપનીએ પોતાના Vespa અને Aprilia સ્કૂટર પર ડિસ્કાઉન્ટ અને મળનારા લાભની જાહેરાત કરી છે. આ ઓફર 16 નવેમ્બર 2020 સુધી વેલિડ રહેશે. જો તમે નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે સારી તક છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તમે Aprilia અને Vespa સ્કૂટરની ખરીદી પર 10,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તેમાં Vespa ફેસલિફ્ટ અને Apriliaના BS6 સહિત તમામ વેરિયન્ટ સામેલ છે.

તે સિવાય ફેસ્ટિવ ઓફર હેઠળ આ સ્કૂટરની ખરીદી પર 7000 રૂપિયાના ઈન્સ્યોરન્શનો લાભ મળશે. આ સિવાય ઓનલાઈન બુકિંગ બેનિફીટ 2000 રૂપિયા સુધીનું મળશે. તે સિવાય 1 વર્ષની ફ્રી સર્વિસ અને 5 વર્ષની વોરંટી પણ મળી રહી છે. કંપનીએ જુલાઈ મહિનામાં ત્રણ સ્કૂટર લોન્ચ કર્યા હતા. તેમાં Vespa VXL, Vespa SXL અને Aprilia Storm 125નું અપડેટેડ મોડેલ સામેલ છે. એપડેટેડ Vespa VXL 125 અને SXL 125 સ્કૂટર્સમાં BS6 કમ્પ્લાયન્ટ 124.45cc એર-કુલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે.

 

આ એન્જિન 7500rpm પર 9.79 bhpનો પાવર અને 5500 rpm પર 9.60nmનો ટોર્ક જનરેટ કરે છે. BS6 VXL 150 અને SXL 150માં 149.5 ccનું એન્જિન છે, જે 7600 rpm પર 10.33 bhpનો પાવર અને 5500 rpm પર 10.60nmનો ટોર્ક જનરેટ કરે છે. Vespa VXL અને SXL રેન્જમાં ટ્વીન પોર્ટ કેલિપર ડિસ્ક બ્રેકની સાથે મોનોકોક ફુલ સ્ટીલ બોડી, થ્રી-કોટ બોડી કલર, કમ્બાઈન બ્રેકિંગ સિસ્ટમ મળે છે.

કંપનીએ જુલાઈ મહિનામાં અપડેટેડ Aprilia 125 સ્ટોર્મ સ્કૂટર લોન્ચ કર્યું હતું. અપડેટેડ Aprilia Storm 125માં BS6 કમ્પ્લાયન્ટ 124.45ccનુ એન્જિન આપવામાં આવ્યું છે, જે 9.79 bhpનો પાવર અને 9.60nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં મોટા ક્રોસ પેટર્ન ટાયર સાથે 12 ઈંચ અલોય વ્હીલ અને સેમી-ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. કંપનીના ભારતના મેનેજરનું કહેવું છે ફેસ્ટીવ સિજનને ધ્યાનમાં રાખીને આ ઓફર્સ જાહેર કરવાનો કંપનીને ઘણો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે અને આમ પણ Vespa અને Arilia પહેલેથી ગ્રાહકોની પસંદગીના ટુ-વ્હીલર્સમાંના એક છે. તેવામાં આવા સમયે ડિસ્કાઉન્ટ મળતો હોવાને લીધે ચોક્કસથી તેની ખરીદી અંગે વિચાર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here