ઊંઝા માર્કેટયાર્ડમાં 12 થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન. લાભપાંચમથી મૂહુર્ત કરશે

0
4

એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈ 12 નવેમ્બરથી 18 નવેમ્બર સાત દિવસ સુધી બંધ રહેશે. આ 7 દિવસ સુધી હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે. દિવાળી વેકેશન બાદ નવા વર્ષે લાભ પાંચમને ગુરુવાર તા.19 નવેમ્બરથી હરાજી સહિતની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે. લાભપાંચમના દિવસે વેપારીઓ નવા વેપારની શુભ શરૂઆત કરશે.

ચાર રાજ્યના ખેડૂતો જણશ વેચે છે

એશિયાના સૌથી મોટા આ માર્કેટયાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો સહિતની ખેતપેદાશો વેચવા ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એક 4 રાજ્યોના ખેડૂતો આવતા હોય છે. ઊંઝા વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ગણાય છે. દિવાળી વેકેશન પહેલાં જીરું, વરિયાળી સહિતની વિપુલ આવક નોંધાઇ હતી. આજે બુધવારે પણ મોટી સંખ્યામાં ખેડૂતો પાક-જણશ વેચવા લઇને પહોંચ્યા હતા.