દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ દાખલ

0
2

સીબીઆઇએ પ્રધાન મંત્રી આવાસ યોજના(પીએમએવાય) સાથે સંકળાયેલ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઇએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ(ડીએચએફએલ)ના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ આ બંને ભાઇઓ હાલમાં જેલમાં છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર કપિલ અને ધીરજ વાધવાને 14000 કરોડ રૂપિયાના નકલી હોમ લોન એકાઉન્ટ ખોલાવ્યા હતાં અને ભારત સરકાર પાસેથી 1880 રૂપિયાની વ્યાજ સબસિડીનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે તમામ માટે મકાન સુનિશ્ચિત કરતી પીએમએવાય સ્કીમ ઓક્ટોબર, 2015માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ આિર્થક રીતે નબળા વર્ગના લોકોને હોમ લોન આપવામાં આવે છે અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજમાં સબસિડી આપવામાં આાવે છે.

વ્યાજમાં સબસિડીનો દાવો ડીએચએફએલ જેવી નાણાકીય સંસૃથાઓ દ્વારા કરવામાં આવે છે જે આ લોન આપે છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર ડીસેમ્બર, 2018માં ડીએચએફએલએ પોતાના રોકાણકારોને જણાવ્યું હતું કે તેમણે પીએમએવાય હેઠળ 88,651 લોનની પ્રોસેસ કરી છે અને 539.4 કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે.

જો કે ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે કપિલ અને ધીરજ વાધવાને 2.6 લાખ નકલી હાઉસિંગ લોન ખાતા ખોલ્યા હતાં. જે પૈકી અનેક ખાતા પીએમએવાય સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા હતાં. ડીએચએફએલની બાંદ્રા બ્રાન્ચ દ્વારા આ નકલી ખાતાઓ માટે પીએમએવાય સ્કીમ વ્યાજમાં સબસિડીનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

2007થી 2019 દરમિયાન આ લોન ખાતાઓમાં 14,046 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં સીબીઆઇએ વાધવાન ભાઇઓ અને યસ બંકના રાણા કપૂર સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here