દિયોદર ધોરણ ૨ ની વિધાર્થીની ને ઈન્ડિયા બુક માં “સ્પ્લેડીડ મેમરી કેટેગરી માં સ્થાન મળ્યું

0
76

બનાસકાંઠા જીલ્લા ના દિયોદર વાત્સલ્ય સ્કુલ માં ધોરણ ૨ માં અભ્યાસ કરતી ૭ વર્ષ ની બાળકી એ ભાગવત ગીતા અધ્યાય ૧ ના સંસ્કુત ભાષા માં ૧ થી ૨૦ શ્ર્લોક કઠસ્થ બોલતા આ બાળકી નું નામ ઈન્ડિયા બુક માં “સ્પ્લેડીડ  મેમરી કેટેગરી માં સ્થાન મળતા આ બાળકી એ શાળા સાથે સમગ્ર દિયોદર તાલુકા નું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.

દિયોદર વાત્સલ્ય સ્કુલ માં ઈગ્લેસ મીડીયમ માં ધોરણ ૨ માં અભ્યાસ કરતી દિતિ વિપુલભાઈ ત્રિવેદી જે નાનપણ થી હોશિયાર છે જેને અભ્યાસ ની સાથે સાથે ભાગવત ગીતા માં અધ્યાય ૧ ના ૧ થી ૨૦ સંસ્કુત શ્ર્લોક માત્ર ૩ મિનીટ અને ૪૭ સેકંડ માં કોઈ પણ ભૂલ વિના કઠસ્થ બોલતા તેનું નામ ઈન્ડિયા બુક માં “સ્પ્લેડીડ મેમરી કેટેગરી ‘ માં દીપ વિપુલભાઈ ત્રિવેદી ના નામ થી રેકોડ નોધાયો છે આ રેકોડ બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફ થી આ બાળકી ને ગોલ્ડ મેડલ ,પ્રમાણપત્ર ,સાથે એવોડ કીટ પ્રાપ્ત કરેલ છે.

આખા દેશ માં દર વર્ષે દેશ ભર માંથી વિશિષ્ટ પરર્ફોમન્સ માટે વિવિધ કેટેગરી માં રેકોડ નોધવામાં આવે છે જેમાં ૨૦૨૦ ની આવૃત્તિ માં દિતિ ત્રિવેદી નું રેકોડ પણ પ્રકાશિત થશે નાની ઉમરે આ બાળકી એ સંસ્કુત માં શ્ર્લોક નું પ્રવચન કર્યું છે તે આચર્ય વાત છે આ બાબતે આ બાળકી એ જણાવેલ કે વાત્સલ્ય શાળા માં પ્રાથના દરમિયાન અને ઘરે દાદી પાસે ભાગવત ગીતા માં શ્ર્લોક નું પ્રવચન થતું હતું જેથી હું આ શ્ર્લોક ભૂલ વગર બોલી શકું છુ.

શાળા નું ગૌરવ વધાર્યું છે –દર્શન ઠક્કર સંચાલક

આ બાબતે વાત્સલ્ય શાળા ના સંચાલક દર્શનભાઈ ઠક્કરે જણાવેલ કે દિતિ ત્રિવેદી ધોરણ ૨ માં અભ્યાસ કરે છે અને ભણવા માં હોશિયાર છે અહી પ્રાથના સમય પણ શ્ર્લોક નું વાચાન કરવામાં આવે છે પરતું આટલી નાની ઉમરે તેને શાળા ની સાથે દિયોદર તાલુકા નું પણ ગૌરવ વધાર્યું છે.

મારી પૌત્રી ઉપર મને ગૌરવ છે –દાદા

આ બાબતે દિતિ ના દાદા વિનુભાઈ એ જણાવેલ કે મને મારી પૌત્રી ઉપર ગૌરવ છે ઘરે સારા સંસ્કાર અને તેની દાદી નો પ્રેમ રહો છે આજે મારી પૌત્રી ના નામ થી ગૌરવ અનુભવું છુ.

રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here