હાથમાં પીડા થતી હોવા છતાં જોકોવિચ 10મી વાર સેમિફાઇનલમાં

0
0

વિશ્વના પ્રથમ ક્રમાંકિત, નોવાક જોકોવિચ ડાબા હાથમાં પીડા સાથે સંઘર્ષ કરી 17મી રેન્કના પાબ્લો કેરેનો બુસ્તાને હરાવીને 10મી વખત ફ્રેન્ચ ઓપન ની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. હવે જોકોવિચનો અંતિમ-ચારમાં વિશ્વના પાંચમા ક્રમના ગ્રીસના સ્ટીફાનોસ સિતસિપાસથી સામનો થશે.

જોકોવિચની ક્વાર્ટર ફાઇનલમાં ધીમી શરૂઆત રહી

નોવાક જોકોવિચ એ ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ધીમી શરૂઆત કરી હતી અને મધ્યમાં ઘણી વખત ડાબા હાથમાં દુખાવો થવાને કારણે તે પીડા સામે પણ લડતો જોવા મળ્યો હતો. તેને ટ્રેનરે એક મસાજ પણ આપ્યો. જોકે, જોકોવિચે 3 કલાક 10 મિનિટ સુધી ચાલેલી મેચ 4-6,6-2,6-3,6-4થી જીતી લીધી અને રોલાન ગેરાં ઉપરના બીજા ટાઈટલ તરફ આગેકૂચ કરી હતી.

ગત મહિને યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પણ બંને ખેલાડીઓ સામ-સામે હતા. ત્યારે ગુસ્સામાં જોકોવિચે બોલ ફટકાર્યો હતો અને તે લાઈન જજને વાગ્યો હતો જેથી જોકોવિચે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો.

આ કારણે તે વર્ષ 2020ની પ્રથમ મેચ બની જ્યારે જોકોવિચે હારનો સામનો કરવો પડ્યો હોય. ત્યારબાદથી રમાયેલી તમામ 10 મેચોમાં જોકોવિચે જીત મેળવી છે અને આ વર્ષે તેનો જીત-હારનો રેકોર્ડ હવે 36-1 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here