ટેનિસ : જોકોવિચે રશિયાના દાનિલ મેદવેદેવને હરાવ્યો, સર્બિયા પ્રથમ ATP કપની ફાઇનલમાં પહોંચ્યું

0
10

સ્પોર્ટ્સ ડેસ્ક: સર્બિયાની ટેનિસ ટીમ પ્રથમ ATP કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. શનિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલી મેચમાં વર્લ્ડ નંબર 1 નોવાક જોકોવિચે રશિયાના દાનિલ મેદવેદેવને 6-1, 5-7, 6-4થી હરાવ્યો હતો. ફાઇનલમાં સર્બિયાની મેચ ઓસ્ટ્રેલિયા અને સ્પેનની સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ઓસ્ટ્રેલિયાની કપ્તાની એલેક્સ ડી મિનૌર અને સ્પેનની કપ્તાની રાફેલ નડાલ કરી રહ્યા છે. ફાઇનલ રવિવારે રમાશે.

સર્બિયાના લાજોવિચે રશિયાના ખાચાનોવને 7-5, 7-6 (7-1)થી માત આપી હતી. લાજોવિચ રેન્કિંગમાં 34મા સ્થાને છે, જ્યારે ખાચાનોવ 17મા ક્રમે છે.

જોકોવિચે મેચ જીત્યા પછી કહ્યું કે, “આ મેચ અસાધારણ હતી. હું થાકી ગયો હતો. મેદવેદેવ દુનિયાના ટોપ પ્લેયર્સમાંથી એક છે. તે બેસલાઇન પર પડકાર આપી રહ્યો હતો અને સર્વ પણ સારૂ કરી રહ્યો હતો. આ મેચ મહત્ત્વપૂર્ણ હતી, અઘરી હતી અને હું ખુશ છું કે તે જીતવામાં સફળ રહ્યો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here