Monday, October 25, 2021
Homeફ્રંટ ગિયર : જો ડેશબોર્ડ પર 3 વોર્નિંગ લાઇટ્સ જોવા મળે તો...
Array

ફ્રંટ ગિયર : જો ડેશબોર્ડ પર 3 વોર્નિંગ લાઇટ્સ જોવા મળે તો ઘરેથી ગાડી લઇને ન નીકળો, એન્જિન સીઝ થઈ શકે છે.

કારનાં ડેશબોર્ડ પર અનેક પ્રકારની વોર્નિંગ લાઇટ્સ જોવા મળે છે. કારની હેલ્થ સાથે તેનો ગાઢ સંબંધ હોય છે કારણ કે, આ લાઇટ્સ આપણને ગાડી ફિટ છે કે અનફિટ તે સૂચવે છે.

ઘણા લોકો આ લાઇટ્સથી વાકેફ નથી હોતા અને તેની ઉપયોગિતાને સમજી શકતા નથી અને તેને અવગણી ડ્રાઇવ પર નીકળી જાય છે. પરંતુ આ લાઇટ્સને અવગણવાની ભૂલ ભારે પડી શકે છે.

સામાન્ય રીતે ત્રણ પ્રકારની લાઇટ્સ ડેશબોર્ડ પર જોવા મળે છે…

ગ્રીન: જ્યારે પણ કારમાં કોઈ સેન્સર એક્ટિવેટ થાય તો ગ્રીન લાઇટ એક્ટિવ થાય છે. આ કન્ડિશનમાં ગાડી ચલાવી શકાય છે.

ઓરેન્જ: જો આ કલરની કોઈપણ લાઇટ દેખાય તો (ટાયર પ્રેશર સિવાય) વાહન ચલાવી શકાય છે.
રેડ: રેડ લાઇટમાં પણ કેટલીક લાઇટ્સ જોવા મળે તો ગાડી ચલાવી શકાય છે જેમ કે, એરબેગ્સ અને બ્રેકની લાઇટ્સ. પરંતુ જો કેટલીક લાઇટ્સ આવે અને જો ગાડી ચલાવવામાં આવે તો એન્જિનને નુકસાન થઈ શકે છે.

આવો જાણીએ આવી જ ત્રણ લાઈટ્સ વિશે, જે ઑન દેખાય તો તમારે કાર ત્યાં જ અટકાવી દેવી જોઇએ, કારણ કે આ એન્જિન સીઝ કરી શકે છે.

1. એન્જિન ઓઇલ પ્રેશર

  • આ લાઇટ બે પ્રકારની હોય છે, યલો અને રેડ. જો યલો લાઇટ ઓન હોય તો સમજી જાઓ કે એન્જિનમાં ઓઇલનું લેવલ ઓછું છે. આ સ્થિતિમાં ગાડી ચલાવી શકાય છે, આ ત્યારે એક્ટિવ થાય છે જ્યારે ઓઇલ મિનિમમ લેવલ પર આવી જાય છે. આ કન્ડિશનમાં શક્ય એટલું વહેલું ઓઇલ ટોપ અપ કરાવી લો.
  • જો રેડ લાઇટ સતત પોપ અપ થયા કરે તો આ કન્ડિશનમાં ગાડી ચલાવવી જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જ્યારે પણ રેડ લાઇટ તમારા ડેશબોર્ડ પર જોવા મળે તો તરત જ ગાડી બંધ કરી દો કારણ કે, જો ગાડી 15 મિનિટ સુધી પણ ચાલતી રહે તો એન્જિન સીઝ થઈ શકે છે. થોડી બેદરકારી પણ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
  • આ કન્ડિશનમાં ઓઇલ લેવલ ચેક કરો. જો પૂરતું ઓઇલ હોવા છતાં પણ રેડ લાઇટ સતત બતાવે તો ગાડી બંધ કરીને ટોઇંગ વ્હીકલની મદદથી ગાડી વર્કશોપ સુધી પહોંચાડો.
  • જો લાઇટ બ્લિન્ક કરી રહી હોય અને RPM વધવા પર બંધ થઈ રહી હોય તો તેને આ કન્ડિશનમાં ચલાવીને વર્કશોપ/ઘર સુધી લઈ જઈ શકાય છે. પરંતુ સતત તે બતાવતી હોય તો ગાડી બંધ કરી દેવી જ સમજણભર્યું પગલું છે.

2. કૂલન્ટ ટેમ્પરેચર

  • તેમાં ત્રણ પ્રકારની લાઇટ હોય છે – ગ્રીન, યલો અને રેડ. ગ્રીન એટલે કૂલિંગ સિસ્ટમ ઓકે છે અને એન્જિન કૂલ છે. આ કન્ડિશનમાં પણ ગાડી ચલાવી શકાય છે. યલો એટલે કે કૂલન્ટનું લેવલ ઓછું છે. તેને શક્ય એટલું વહેલી તકે ટોપ-અપ કરાવવાની જરૂર છે. જો કે, આ કન્ડિશનમાં પણ ગાડી ચલાવી શકાય છે.
  • પરંતુ જો રેડ લાઇટ એક્ટિવેટ હોય તો આ કન્ડિશનમાં ગાડી ચલાવવી ભારે પડી શકે છે. રેડ લાઇટ એક્ટિવેટ થવા પર જો ગાડી ચલાવી રહ્યા હો તો 15 મિનિટની અંદર એન્જિન સીઝ થઈ શકે છે અથવા હેડ ગેસ કિટ ફાટી શકે છે.
  • આ કન્ડિશનમાં ગાડી ઊભી રાખીને અડધો કલાક રાહ જોયા પછી કાળજીપૂર્વક કૂલન્ટનું ઢાંકણું ખોલો અને કૂલેન્ટ ટોપ-અપ કરો. તેની નીચે ચેક કરો કે ક્યાંય લીકેજ તો નથી થઈ રહ્યું ને. જો એવું થયું હોય તો તરત જ મિકેનિકની સલાહ લો. તેથી, કૂલન્ટ ટેમ્પરેચરની રેડ લાઇટ સતત એક્ટિવ થતી હોય તો તરત જ અલર્ટ થઈ જાઓ.

નોંધ – ઉપર જણાવવામાં આવેલી આ બંને લાઇટ્સ (એન્જિન-ઓઇલ પ્રેશર અને કૂલન્ટ ટેમ્પરેચર) એક્ટિવેટ થાય તો જો બેદરકારી દાખવવામાં આવે તો ચોક્કસપણે ગાડીના એન્જિનને નુકસાન પહોંચી શકે છે.

3. બેટરી

  • આ બેટરી ચાર્જર અલર્ટ લાઇટ હોય છે. જો આ લાઇટ એક્ટિવ થાય તો એન્જિન સીઝ નહીં થાય, પરંતુ તમે કોઇપણ જગ્યાએ અધવચ્ચે અટકી શકો છો.
  • ચાલતી ગાડીમાં જો આ લાઇટ જોવા મળે તો ગાડી બંધ ન કરો, ચાલવા દો અને તેને કોઈ ઢાબા અથવા વર્કશોપ પર જઇને જ બંધ કરો.
  • આ લાઇટ ઑન થવાનો અર્થ એ છે કે બેટરી ચાર્જ નથી થઈ રહી અને કારની અંદર લાગેલાં લગભગ તમામ સર્કિટ અને ઇલેક્ટ્રિક કમ્પોનન્ટમાં બેટરીથી જ પાવર પહોંચે છે.
  • રેડ લાઇટ આવવાનો અર્થ એ છે કે બેટરી ચાર્જ નથી થઈ રહી અને જેટલો પાવર બેટરીમાં બચ્યો છે તેનાથી મેક્સિમમ 20 કિમી સુધી જ ગાડી ચલાવી શકાશે અને ત્યારબાદ તમારું એન્જિન બંધ થઈ જશે. તેથી, શક્ય એટલું ઝડપથી તેને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો ઘરેથી નીકળતા પહેલાં જ ચેક કરી લો અને જો આ લાઇટ એક્ટિવ જોવા મળે તો ગાડી ન ચલાવો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments