ગાંધીનગર : રાજ્ય પોલીસ વડા : પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો ન કરો, શક્ય તેટલી કડક કાર્યવાહી કરાશે.

0
9

ગાંધીનગર : રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે, લોકડાઉનને અસરકારક બનાવવાની પોલીસની કામગીરીનો અમુક અમસાજીક તત્વો દ્વારા વિરોધ કરીને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લોકોને કડક સંદેશ આપુ છુંકે આવી પ્રવૃત્તિ કોઇ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને શોધીને તેમની ધરપકડ કરી શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે.  લોકોને મારી અપીલ છેકે પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો ન કરો. પોલીસ પર હુમલો કરનાર કોઇપણ આરોપીને છોડવામાં આવશે નહીં અને લોકડાઉન દરમિયાન બનેલી પોલીસ અને વહીવટીતંત્ર પર હુમલાની ઘટનામાં પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આવા કુલ 28 ગુનામાં 64 આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

કુલ 7403 દર્દી, 449ના મોત અને 1872 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 5260 343 1001
વડોદરા 465 31 198
સુરત 824 38 389
રાજકોટ 64 01 26
ભાવનગર 84 06 23
આણંદ 77 06 43
ભરૂચ 27 02 25
ગાંધીનગર 97 05 20
પાટણ 24 01 15
નર્મદા 12 00 12
પંચમહાલ 57 03 06
બનાસકાંઠા 74 02 25
છોટાઉદેપુર 14 00 13
કચ્છ 07 01 05
મહેસાણા 42 01 08
બોટાદ 51 01 11
પોરબંદર 03 00 03
દાહોદ 19 00 02
ખેડા 27 01 03
ગીર-સોમનાથ 04 00 03
જામનગર 16 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 17 02 03
મહીસાગર 43 01 07
અરવલ્લી 67 02 14
તાપી 02 00 01
વલસાડ 06 01 04
નવસારી 08 00 05
ડાંગ 02 00 01
દેવભૂમિ દ્વારકા 04 00 00
સુરેન્દ્રનગર 01 00 01
જૂનાગઢ 02 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  7403 449 1872

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here