કોરોનામાં ઈમ્યુનિટી વધારવા વધારે માત્રામાં ન કરો ઉકાળાનું સેવન, થઈ શકે છે આ નુકશાન

0
6

કોરોના વાયરસની મહામારીથી પુરી દુનિયા પરેશાન છે અને અત્યારસુધીમાં લાખો લોકોની આ વાયરસના કારણે મોત નીપજી ચુક્યાં છે. સંક્રમણની બચવા માટે અને તેની ઝપેટમાં આવ્યાં બાદ જલ્દી રિકવર થવા માટે જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. આયુષ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા પણ લોકોને રોગપ્રતિરોધક ક્ષમતા વધારવા માટે ઉકાળો પીવાની સલાહ આપવામાં આવી રહી છે. એ દરમયાન કેટલાક લોકો એવા છે જે દિવસમાં જેટલી વખત તેમનું મન કરે તેટલી વખત ઉકાળાનું સેવન કરી રહ્યાં છે. ઉકાળાનું સેવન કરવાના કારણે કેટલાક લોકોને વિશેષ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ડૉક્ટર પાસે જઈ રહ્યાં છે.

કેવી કેવી સમસ્યાઓ થઈ રહી છે લોકોને

કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવી બહુ જરૂરી છે અને તેના માટે ઉકાળાનું સેવન સકારાત્કરૂપથી ફાયદો પણ પહોંચાડી રહ્યું છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ સંક્રમીત દર્દીઓને તુલશી, કાળીમિર્ચ, લવિંગ યુક્ત ઉકાળાનું સેવાન કરાવવામાં આવી રહ્યું છે અને તેના સકારાત્મક પરિણામ પણ જોવા મળી રહ્યાં છે. એવી વાત જાણતાની સાથે જ લોકોએ દિવસ અને રાત્રે ઉકાળા પીવાની આદત પાળી દીધી છે. એામાં લોકોને પેટમાં બળવું, આંખોમાં બળવુ, મોં માં છાલા પડવા અને અપચા જેવી સમસ્યા પણ સામે આવી છે.