કડકડતી ઠંડીમાં ગાજરનો હલવો નહીં પણ ટ્રાય કરો ગાજરની ખીર, નોંધી લો રેસિપી

0
31

શિયાળામાં લોકોને ભુખ વધારે લાગતી હોય છે. શિયાળામાં લોકો મીઠાઈ પણ વધારે ખાતા હોય છે. શિયાળામાં મીઠાઈમાં અડદિયા, વિવિધ પ્રકારના પાક અને ગાજરનો હલવો ખાતા હોય છે. જો કે આ વખતે ઠંડીમાં સ્વાસ્થ્ય બનાવવા અને ઠંડી દૂર થઈ જાય તે માટે ગાજરની ખીર ટ્રાય કરો.

સામગ્રી
અડધો કિલો ગાજર ખમણેલું
ખાંડ સ્વાદ મુજબ
10 ગ્રામ કિસમિસ
કાજુના ટુકડા
10-15 બદામ
એલચી પાવડર જરૂર અનુસાર

રીત

ગાજરને સારી રીતે ધોઈ લો અને છીણી લેવા. હવે એક કઢાઈમાં દેશી ઘી ગરમ કરી તેમાં ગાજર ધીમા તાપે શેકો. ગાજર શેકાય જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ખાંડ ઓગળી જાય પછી તેમાં દૂધ નાખો અને 20 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરી સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here