સ્નાન કરતી વખતે સિન્થેટિક લૂફા અથવા બ્રશનો ઉપયોગ ન કરવો : ટુવાલથી સ્કિનને હળવા હાથેથી લૂછીને પછી મોઇશ્ચરાઇઝર લગાવવું.

0
13

સ્નાન કરવાની યોગ્ય રીત ખબર ન હોય તો તમારી સ્કિન અને વાળને નુકસાન થઈ શકે છે. નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે તમારી બ્યુટીને જાળવી શકો છો. અહીં જાણો એવી કેટલીક ટિપ્સ વિશે જે સ્નાનના સમયે સ્કિન અને હેર ડેમેજ ઘટાડવામાં મદદ કરશે.

વધારે ગરમ પાણી- હોટ વોટર બાથ વાળ માટે નુકસાનકારક છે. વાળને કોલ્ડ વોટરથી ધોવા જોઈએ. હુંફાળા પાણીથી પણ વાળ ધોઈ શકાય છે. ગરમ પાણી સ્કેલ્પનું પીએચ બેલેન્સ ખરાબ કરી શકે છે અને ક્યુટિકલ્સ ડેમેજ કરે છે.

બોડી ટુવાલનો ઉપયોગ- બોડી ટુવાલથી વાળ લૂછવાનું ખોટું છે. વાળને હેર ટુવાલથી લૂછવા જોઈએ. માઈક્રોફાઈબર ટુવાલનો ઉપયોગ કરવાથી વાળ તૂટતા નથી.

સિન્થેટિક લૂફા- સ્કિન પર સિન્થેટિક લૂફા અથવા બ્રશનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી સ્કિન પર ફ્રિક્શન થશે જેનાથી હાઈપરપિગમેન્ટેશન થઈ શકે છે. મોટા ગ્રાન્યુલ્સવાળા બોડી સ્ક્રબથી સપ્તાહમાં એક અથવા બે વખત સ્કિન એક્સફોલિએટ કરી શકાય છે.

સ્કિનને જોરથી લૂછવાથી- ટુવાલથી લૂછતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે સ્કિનને જોરથી નથી લૂછવાની, હળવેથી લૂછવી અને તરત મોઈશ્ચરાઈઝર લગાવવું.

શેમ્પૂની સાથે ફેસ વોશ- શેમ્પૂની સાથે નહીં બાદમાં ફેશ વોશ કરવું જોઈએ. શેમ્પૂ કન્ડીશનર ચેહરા પર લાગી જાય છે તો ખીલ થઈ શકે છે.

ચહેરા પર બોડી સોપ- ચહેરા પર બોડી સોપ લગાવવાથી સ્કિનનું પીએચ બેલેન્સ બગડે છે. સ્કિન સમસ્યા પેદા થઈ શકે છે. સ્કિન ટાઈપ અનુસાર જ ફેસ વોશ પસંદ કરવું જોઈએ.

વારંવાર ફેસ વોશ- દિવસમાં માત્ર બે વખત ચહેરો ધોવો જોઈએ. વધારે ધોવાથી સ્કિનનું નેચરલ ઓઈલ ડિસ્ટર્બ થશે તો ખીલ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here