વર્લ્ડ નો ટોબેકો ડે : સિગારેટ-તમાકુથી તમારા ફેફસાંને કમજોર ન કરો, આ ખરાબ ટેવને છોડવા માટે લોકડાઉન સૌથી યોગ્ય સમય

0
6

આજે વર્લ્ડ નો ટોબોકો ડે છે. આ વર્ષની થીમ છે યુવાનોને તમાકુ અને નિકોટિનથી દૂર રાખવાનો છે તે ઉપરાંત જે કંપનીઓ તેમને ધૂમ્રપાન કરવા માટે આકર્ષિત કરે છે તેનાથી બચાવવાનો છે. તમાકુથી નબળા ફેફસાં કોરોનાવાયરસના ચેપનો વિસ્તાર વધારવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને સંશોધકોએ પણ ચેતવણી આપી છે.

એક સર્વેના જણાવ્યા પ્રમાણે, 20 ટકા કિશોરો ઈ-સિગારેટ પીવે છે. તેમનું માનવું છે કે, તે સ્મોકિંગ નથી માત્ર ફ્લેવર છે અને સ્વાસ્થ્ય માટે જોખમી નથી. તેના પર મેદાંતાની નિષ્ણાત ડો. સુશીલાના જણાવ્યા પ્રમાણે, આ એક ગેરસમજ છે, વેપિંગ પણ સિગારેટ જેટલું જ જોખમી છે.

વર્લ્ડ નો ટોબેકો ડે પર જાણો કોરોના અને તમાકુનું કનેક્શન, આ મુદ્દે WHO અને મેદાંતા હોસ્પિટલની ઈન્ટર્નલ મેડિસિન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો.સુશીલા કટારિયાની સલાહ.

લોકડાઉન તમાકુ છોડવા માટે સૌથી યોગ્ય સમય

ડો. કટારિયાના જણાવ્યા પ્રમાણે, તમાકુ છોડવા માટે લોકડાઉન સૌથી યોગ્ય સમય છે. તમાકુ છોડવા માટે ઓછામાં ઓછો 41 દિવસનો સમય લાગે છે. જો કોઈ ત્રણ મહિના સુધી તમાકુ ન લે અથવા ધૂમ્રપાન ન કરે તો તેને ફરીથી શરૂ કરવાની આશંકા 10% કરતા પણ ઓછી છે. તમે લોકડાઉન દરમિયાન વિશ્વના સૌથી મોટા એડિક્શનથી છૂટકારો મેળવી શકો છો.

કિશોરોમાં સિગારેટ કરતાં ઇ-સિગારેટની આદત

કેટલાક લોકો એવું માને છે કે, તેઓ સિગારેટ નહીં ઈ-સિગારેટ પીએ છીએ અને તેની ખરાબ અસર નથી થતી. તેના અંગે ડો. સુશીલા કટારિયાના જણાવ્યા પ્રમાણે, ઈ-સિગારેટમાં ખાસ કરીને એક લિક્વિડ હોય છે, જેમાં નિકોટિન સાથે અન્ય ફ્લેવર હોય છે. આપણને તેની આદત પડી જાય છે અને ફેફસાંને પણ નુકસાન થાય છે.

આ દિવસોમાં તે ઘણા ફ્લેવરમાં ઉપલબ્ધ છે તેથી બાળકોમાં સિગારેટ કરતાં તેના વ્યસની સરળતાથી બની જાય છે. ઈ-સિગારેટની આદત પડી જાય છે તો સિગારેટ અને તમાકુનું વ્યસન પણ થઈ જાય છે, આવું ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે.

4 સવાલોમાં WHOની સલાહઃ તમાકુ દરેક રીતે જોખમી અને ચેપ લગાડવાનું જોખમ પણ વધારે છે

1. હું સ્મોકિંગ કરું છું તો શું મને કોરોનાનો ગંભીર ચેપ લાગી શકે છે?

WHO: સ્મોકિંગ અથવા કોઇપણ રીતે તમાકુ ખાવાથી સીધી અસર ફેફસાંના કામ કરવાની ક્ષમતા પર પડે છે અને શ્વસન સાથે જોડાયેલા રોગો વધે છે. ચેપ લાગવા પર કોરોના સૌપ્રથમ ફેફસાં પર અટેક કરે છે. તેથી, ફેફસાં મજબૂત હોવા જરૂરી છે. વાઇરસ ફેફસાંની કાર્યક્ષમતા ઘટાડે છે. અત્યાર સુધીના રિસર્ચમાં જણાવ્યાનુસાર, ધૂમ્રપાન કરતા લોકોમાં વાઇરસનો ચેપ લાગવાનો અને મૃત્યુ થવાનું જોખમ વધારે છે.

2. હું સ્મોકિંગ નથી કરતો ફક્ત તમાકુ ખાઉં છું તે ચેપ લાગવાનું જોખમ કેટલું છે?

WHO: આ ટેવ તમારા અને બીજા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. તમાકુ લેતી વખતે હાથ મોંને સ્પર્ષે છે. આ પણ ચેપ લાગવાનું એક માધ્યમ છે અને કોરોના હાથ દ્વારા મોં સુધી પહોંચીને અંદર શરીરમાં પ્રવેશી શકે છે. તમાકુ ચાવતી વખતે મોંમા વધુ માત્રામાં લાળ પેદા થઆય છે. તેથી, વ્યક્તિ જ્યારે થૂંકે ત્યારે તો ચેપ બીજા લોકો સુધઈ પહોંચી શકે છે. આટલું જ નહીં, તેનાથી મોં, જીભ, હોઠ અને જડબાનું કેન્સર પણ થઈ શકે છે.

3. સ્મોકિંગની વિવિધ રીતો કેવી રીતે કોવિડ-19નું જોખમ વધારે છે?

WHO: સિગારેટ, સિગાર, બીડી, વોટરપાઈપ અને હુક્કો પીવાથી કોવિડ-19નું જોખમ વધી જાય છે. સિગારેટ પીતી વખતે હાથ અને મોંનો ઉપયોગ થાય છે અને સંક્રમણનું જોખમ રહે છે. એક જ હુક્કાનો ઘણા લોકો ઉપયોગ કરે છે જેનાથી કોરોનાનું સંક્રમણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પહોંચી શકે છે.

4 સ્મોકિંગ અથવા ધૂમ્રપાન છોડવા પર શરીરમાં કેટલો ફેરફાર આવે છે?

WHO: તેને છોડવાથી 20 મિનિટની અંદર વધેલાં હૃદયનાં ધબકારાં અને બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે. 12 મિનિટ પછી શરીરના લોહીમાં રહેલાં કાર્બન મોનોક્સાઈડનું સ્તર ઘટવા લાગે છે. 2થી 12 અઠવાડિયાંની અંદર ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. 1થી 9 મહિનાની અંદર ઉધરસ અને શ્વાસ લેવામાં પડતી સમસ્યાઓ ઓછી થવા લાગે છે.

તમાકુને લીધે દર વર્ષે 80 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે

તમાકુથી દુનિયાભરમાં દર વર્ષે 80 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. તેમાં 70 લાખ લોકો એવા છે જે પ્રત્યક્ષ રીતે તમાકુનું સેવન કરે છે. 12 લાખ લોકો એવા છે જે ધૂમ્રપાન કરનાર લોકોની આસપાસ રહેવાથી પ્રભાવિત થયેલાં હોય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here