જો તમને માન અને જશ ન મળતા હોય તો આ કરો

0
4

અનેક લોકોની આદાત હોય છે તેની ભૂલ બીજા ઉપર ઢોળવાની. બીજાના વખાણ નહીં કરવાની અને માન નહીં આપવાની. ખાસ કરીને જ્યારે આવું પતિ પત્ની વચ્ચે થાય ત્યારે સંબંધ છુટાછેડા સુધી પહોંચી જતા હોય છે. આથી આવું થતા અટકાવવા માટે જરૂરી છે તમે તમારામાં થોડા બદલાવ લાવો.

જે લોકો હંમેશા બીજાને દોષ આપે તેને ગુસ્સો વધુ આવતો હોય છે. એવા તમારી સામેની વ્યક્તિ તમને તમારી ભૂલ કાઢતા ગુસ્સો તો ત્યારે સામે ક્યારેય વળતો જવાબ ન આપો. તેની વાત સાંભળી લો અને જ્યારે બંને શાંત થઈ જાવ ત્યારે એ વાત સાચી રીતે સમજાવો. આવું કરવાથી તમારી વાત સમજશે અને તમને માન મળશે. બીજું વાત હંમેશા ખુલીને સ્પષ્ટ રીતે કહેવી જોઈએ. ક્યારેક ટોનમાં કે વારંવાર મેણા મારીને વાત કરવાથી પણ લોકો તમારાથી દૂર થઈ શકે છે. આથી વાત સ્પષ્ટ કહેવાની આદત બનાવો. આ આદાત બાદ લોકો તમારા વખાણ કરતા નહીં થાકે.

જ્યારે સામેની વ્યક્તિ પાસે તમે તમારા મનનું ધાર્યુ કરાવવા ઈચ્છતા હોય કે નાનામાં નાની વાત માટે સામેની વ્યક્તિનો મત લેવાનો આગ્રહ રાખો. સામેની વ્યક્તિને ઓર્ડર આપવાના સ્થાને તેને વિનમ્રતા સાથે પુછવાની આદાત કેળવો. નાનામાં નાની વાત શેર કરવાની ટેવ પાડો. આવું કરવાથી સામેની વ્યક્તિનો મત તમારા માટે બદલાઈ જશે અને એ તમને માન આપતી થશે. તમારી વાત સાંભળતી થશે અને તમારા વખાણ કરશે.

જ્યારે કોઈ પણ સંબંધ બગડતો હોય ત્યારે તેને સંભાળવા કોશિશ કરવી જોઈએ. આવા બગડતા સંબંધમાં સમસ્યાના મુડ સુધી જઈને તપાસવું કે વાસ્તવિક સમસ્યા કઈ છે? જ્યારે આવુ તારણ કાઢશો ત્યારે તમને તમારી ભૂલ પણ સમજાઈ શકે છે અને તમે તમારી ભૂલ સ્વિકારશો ત્યારેસામેની વ્યક્તિ તમારા માટે વધુ પોઝિટિવ થશે. ક્યારેકખોટી દલીલ કરવાના સ્થાને વાતને છોડવી પણ જોઈએ. દર વખતે માત્ર વાત કરવાથી કે બધુ કહેવાથી ઝગડો વધે છે અને તમારી વાત કોઈ સાંભડતું નથી. આથી ક્યા સમયે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ નક્કી કરવું અત્યંત જરૂરી છે.