દિગ્વિજયે મુખ્યમંત્રી કમલનાથને કહ્યું- સાચ્ચા ગૌ-રક્ષક બનવા માટે કરો આ કામ

0
23

કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ગૌ માતા પ્રત્યે પ્રેમ દેખાડતા રસ્તાઓ પર ભટકતી ગાયોને લઈને ટ્વીટ કરી હતી. તેમણે ટ્વીટર પર રસ્તા પર બેઠેલી ગાયોના ફોટા પણ શેર કર્યા હતાં. તેમણે લખ્યું કે, આ તસવીર ભોપાલ-ઈન્દોર હાઈવેની છે. જ્યાં ભટકતી ગાયો બેઠી રહે છે. અને લગભગ રોજ રસ્તા પર થતાં અકસ્માતોમાં મરી જાય છે. ક્યાં છે ગૌ-રક્ષકો.. મધ્ય પ્રદેશ શાસને તાત્કાલિક આ ગાયોને રસ્તાઓ પરથી હટાવીને ગૌશાળામાં મોકલવી જોઈએ.

દિગ્વિજય સિંહે તેની સાથે જ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, કમલનાથજી જો તમે તાત્કાલિક આ કામ કરીને દેખાડી દીધું, તો તમારી ગણતરી સાચ્ચા ગૌ-રક્ષકોમાં કરવામાં આવશે. જેના દ્વારા ભાજપના નેતાઓને ભાન આવશે.

આ ટ્વીટ દ્વારા દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશમાં દરેક પંચાયતોમાં ગૌશાળા ખોલવાના દાવા અને વાયદાની સાથે આવેલી કમલનાથ સરકાર પર સવાલ ઊભા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here