શું તમે પણ સવારમાં નાસ્તો કરવાનું ભૂલી જાવ છો, ચેતી જજો થઈ શકે છે આ ગંભીર બિમારી

0
5

ડાયાબિટીશની સમસ્યા આજના સમયમાં સામાન્ય બાબત બની ગઈ છે. ખરાબ જીવનશૈલીના કારણે મોટા ભાગના લોકો આ બિમારીની ચપેટમાં આવી જતાં હોય છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં ડાયાબિટીશ દુનિયાની સાતમાં નંબરની સૌથી ધાતક બિમારી બની જશે. જણાવી દઈએ કે, શરીરમાં બ્લડ શૂગરની માત્રા જ્યારે અનંયત્રિત થાય છે, ત્યારે ડાયાબિટીશનો ખતરો વધી જાય છે. આ બિમારીથી પીડિતા લોકોની ઈમ્યૂનિટી પણ નબળી હોય છે. જેના લીધો તેમને પોતાની તબિયત પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ બિમારી શરીરના અનેક અંગોને પ્રભાવિત કરે છે. જેમાં દિલ, કિડની, આંખો તથા પગના ભાગ મુખ્ય રીતે સામેલ છે. ત્યારે આવા સમયે જરૂરી છે આ ખતરનાક બિમારીથી બચવા માટે આપને આપની લાઈફ સ્ટાઈલમાં બદલાવ કરવાની જરૂર છે.

બ્રેક ફાસ્ટ કરવાનું ભૂલી જાવ છો

ઘણી વાર એવુ બને છે કે , લોકો સવારનો નાસ્તો કરવાનું ભૂલી જાય છે. અથવા તો તેને ગંભીરતાથી લેતા નથી. જેના કારણે બ્લડ શૂગર અનિયમીત થઈ જાય છે. ડાયાબિટીશના દર્દીઓને કંઈને કંઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, દિવસમાં 9 વાર ખાવાથી ડાયાબિટીશ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટોરલ કંટ્રોલમાં રહે છે. તેથી થોડા થોડા સમયે કંઈને કંઈ ખાતા રહેવુ જોઈએ.

ઊંઘ ઓછી લેવી

ઘણી વખતો લોકોના પોતાના કામમાં એટલા મશગૂલ થઈ જતાં હોય છે, યોગ્ય અને સારી રીતે ઊંઘ પણ લઈ શકતા નથી. એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, ઓછી ઊંઘના કારણે બ્લડ શૂગરમાં વધારો થાય છે. ઓછી ઊંઘના કારણે મેટાબોલિઝ્મ વધુ પ્રભાવિત થાય છે. સાથે જ ગ્લૂકોઝના બ્રેક ડાઉનમાં પણ ખામીઓ સર્જાય છે. જે કારણે બ્લડ શૂગરનું લેવલ વધી જાય છે. ઓછી ઊંઘના કારણે ડાયાબિટીઝ ટાઈપ 2નો ખતરો વધી જાય છે.

શારીરિક રીતે નિષ્ક્રિય રહેવુ

જે લોકો ફિઝીકલી ઓછા એક્ટીવ રહેતા હોય છે. તેમને ડાયાબિટીશનો ખતરો વધી જાય છે. શારીરિક રીતે ફિટ રહેતા લોકોને તણાવ અને જાણાપણાનો ખતરો ઓછો રહે છે. આ બંને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા શરીરમાં બ્લડ શૂગરના લેવલને પ્રભાવિત કરે છે. જેના કારણે ડાયાબિટીશ જેવી ખતરનાક બિમારીથી પીડાય છે. તેથી એક્સરસાઈઝ, યોગ તથા મોર્નિંગ વોક કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here