શું તમને પણ સેક્સ પછી હસ્તમૈથુન કરવાનું મન થાય છે?

0
189

ઘણા પુરૂષો એવા હોય છે, જેઓ પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરતા હોવા છતાં તેઓ હસ્તમૈથુન કરે છે અને કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે એ પુરૂષો રોજ જ હસ્તમૈથુન કરતા હોય છે. આ કારણે કેટલાક પુરૂષો પોતાની જાતને એ રીતે અન્ડરએસ્ટિમેટ કરે છે કે તેઓ સેક્સ મેનિયાક છે અને તેમના મનમાં સતત સેક્સના જ વિચારો આવતા રહે છે.

જોકે તમને જણાવી દઈએ કે પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કર્યા પછીય જો તમને હસ્તમૈથુન કરવાનું મન થતું હોય તો એમાં તમે સેક્સ મેનિયાક થઈ જતા નથી. આ એક અત્યંત નેચરલ બાબત છે, જેમાં દિવસમાં એકાદ વાર પુરૂષને સેક્સ ફેન્ટસી કરવાનું મન થતું હોય છે અને તે પોતાનું એકાંત શોધીને હસ્તમૈથુન કરતો હોય છે.

બલ્કે એક્સપર્ટ્સ તો એવું કહે છે કે આવું કરવાથી પુરૂષની મેન્ટલ હેલ્થ એકદમ સ્વસ્થ રહે છે કારણ કે સેટિસ્ફેક્શનનું એક ફેક્ટર એમાં જોડાયેલું હોય છે. હસ્તમૈથુન કરીને તે પોતાની ગમતી ફેન્ટસી માણે છે અને આ રીતે તે સેક્સનો કે પોતાની અંગત પળોનો આનંદ લે છે. વળી, આ રીતથી કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન થતું નથી. કે નથે તો એનાથી રેગ્યુલર સેક્સ પર કોઈ અસર નથી પડતી.

આ તો ઠીક કેટલાય કિસ્સામાં એવું બને છે કે પુરૂષ સ્ત્રીને ભલે સેક્સ દ્વારા સેટિસ્ફાય કરતો હોય કે તેને ઓર્ગેઝમ સુધી લઈ જવામાં મદદ કરતો હોય, પરંતુ તેને સેક્સમાં પરમ સંતોષની અનુભૂતિ ન પણ થાય. કારણ કે તેને ફેન્ટસીઓમાં રસ હોય છે ફેન્ટસીઓ હંમેશાં રંગીન હોય છે. આથી તેને સેક્સ પછી પણ હસ્તમૈથુનનું મન થાય છે અને એ રીતે તે સેક્સના સુખનો આનંદ લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here