શું તમે સવારના સમયે સેક્સ કરવાના આ 5 ફાયદાઓ વિશે જાણો છો?

0
116

આજકાલની ભાગદોડભરી લાઈફમાં મોટાભાગના લોકો કલાકો સુધી સતત કામ કરતા રહે છે, જેને કારણે ઘરે આવતા-આવતા તેઓ એટલા થાકી ગયા હોય છે કે, ઘરે પહોંચ્યા બાદ ગાઢ નિંદ્રામાં જ પોઢી જતા હોય છે. દરરોજની આ દિનચર્ચાને કારણે ઘણા કપલ્સની સેક્સ લાઈફ પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. ઘણીવાર લોકો તણાવ અને ચિંતાના કારણે પણ સેક્સ પ્રત્યે ઉદાસીન બની જાય છે, જ્યારે સેક્સ તણાવ દૂર કરવાની સાથોસાથ મૂડને પણ સારો બનાવવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો રાત્રે સેક્સ કરવાનું પસંદ કરે છે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે રાતને બદલે સવારના સમયે કરવામાં આવેલા સેક્સને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

એક સેક્સ ટોય બનાવતી કંપનીએ સર્વે કરાવ્યો હતો, જેમાં 2300 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં સામેલ મોટાભાગના પુરુષોએ એ માન્યું હતું કે, તેમને સવારે 6થી 9 વાગ્યાની વચ્ચે સેક્સ કરવાનું ગમે છે, જ્યારે મહિલાઓનું કહેવું હતું કે, તેમને રાત્રે 11-2ની વચ્ચે સેક્સ કરવાનું વધુ પસંદ છે. આ સર્વેમાં મોટાભાગના લોકોનું એ માનવું હતું કે, સવારમાં સેક્સ કરવાને કારણે આખો દિવસ સ્ફૂર્તિ અનુભવાય છે.

તો તમે પણ જાણી લો સવારે સેક્સ કરવાના ફાયદા

તણાવ દૂર કરે છે

સવારના સમયે સેક્સ કરવાને કારણે શરીરમાં ઓક્સીટોસિન નામના સ્ટ્રેસ દૂર કરનારા હોર્મોન રીલિઝ થાય છે, જેને કારણે તણાવને દૂર ભગાવવામાં મદદ મળે છે અને મૂડ સારો બને છે. જો તમારે તમારા દિવસની શરૂઆત સારી કરવી હોય તો સવારના સમયે સેક્સ કરવાની આદત પાડો.

ચહેરા પર આવશે અનોખો નિખાર

સવારના સમયે પુરુષોમાં કામેચ્છાને વધારનારા સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઝડપથી વધે છે, જેને કારણે વધુ ઉત્તેજનાનો અનુભવ થાય છે. સવારના સમયે સેક્સ કરવાથી બીમારીઓ થવાની સંભાવના ઓછી થઈ જાય છે અને તેને કારણે ત્વચામાં ગજબનો નિખાર આવે છે.

વીર્યની ગુણવત્તા થાય છે સારી

એક રિસર્ચ અનુસાર, સવારના સમયે સેક્સ કરવાને કારણે પુરુષોમાં વીર્યની ગુણવત્તા 12 ટકા સુધી વધી જાય છે. ખાસ કરીને જે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવતી હોય, તેમણે સવારના સમયે સેક્સ કરવું જોઈએ. તેને કારણે ગર્ભ ધારણ કરવાની સંભાવના વધી જાય છે અને સેક્સ સંબંધી ઘણી સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળે છે.

વધે છે રોગ પ્રતિકારક ક્ષમતા

સવારના સમયે સેક્સ કરવાને કારણે શરીરમાં ઈમ્યોનોગ્લોબિન એ નામનું એન્ટીબોડી બને છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેને કારણે અન્ય બીમારીઓ થવાનું જોખમ 30 ટકા સુધી ઓછું થઈ જાય છે અને વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

શ્રેષ્ઠ એક્સરસાઈઝ

સવારના સમયે સેક્સ કરવું એ કોઈ સારી એક્સરસાઈઝ કરતા કમ નથી. સવારના સમયે હવામાં ઓક્સિજનની માત્રા વધુ હોય છે અને આ દરમિયાન સેક્સ કરવાથી વ્યક્તિ લાંબા-લાંબા શ્વાસ લે છે, જેને કારણે ઓક્સિજન સરળતાથી ફેફસા સુધી પહોંચે છે. તેને કારણે મગજ શાંત રહે છે અને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here