શું તમે જાણો છો સંભોગ માટે શિયાળાની ઋતુ જ કેમ છે બેસ્ટ?

0
15

શિયાળો આવતાની સાથે જ તમારા શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ઘણા લોકો શિયાળાને રોમેન્ટિક સીઝન માને છે. ભારતમાં આ દિવસોમાં ઠંડુ વાતાવરણ જોવા મળે છે. ત્યારે તમામ કપલ્સ રોમાન્સમાં ડૂબી જતા જોવા મળે છે. આ રીતે, આ સીઝનમાં, જો કોઈ ઠંડીથી પરેશાન થાય છે, તો કોઈ તેનો આનંદ માણે છે.

લોકો આ સમય દરમિયાન પોતાને વધુ રોમેન્ટિક અનુભવે છે. જ્યારે તમને શિયાળામાં ઠંડી લાગે છે, ત્યારે તમે રજાઇમાં હોવ ત્યારે સારું લાગે છે અને જો તમે પરિણીત છો અને તમે રોમાંસ કરવા માંગો છો, તો આ ક્ષણ તમારા માટે સૌથી ખુશીની ક્ષણ બની શકે છે. તમે તમારા જીવનસાથી સાથે રજાઇની હૂંફની અનુભૂતિ કરીને રોમાંસની પરાકાષ્ઠાએ પહોંચી શકો છો. ડિસેમ્બરમાં, વર્ષની તમામ મુસિબતો ક્રિસમસની ઉજવણીની સાથે પૂરી થઇ જાય છે અને લોકો ખુશીથી નવા વર્ષને આવકારે છે. જો કે સેક્સનું બીજું નામ સેલિબ્રેશન પણ છે. આવી સ્થિતિમાં, જો મૂડ સારો હોય, તો પાર્ટનરની વચ્ચે નિકટતા વધે છે. નિષ્ણાતો પણ સંમત થાય છે કે શિયાળાના મહિનાઓમાં, મોટાભાગનાં લોકોની જાતીય ઇચ્છા વધે છે. જ્યારે પાર્ટનર્સ એક બીજાનાં ગરમ શરીરને સ્પર્શ કરે છે, ત્યારે સેક્સનો મૂડ બની જ જાય છે.

માનો અથવા ન માનો, શિયાળાની ઋતુમાં ઘણી વસ્તુઓ એફ્રોડિસિયાક (ઉત્તેજક વૃદ્ધિ કરનાર) હોય છે. જેમ ચોકલેટ એ એફ્રોડિસિયાક છે અને આપણે ક્રિસમસની આસપાસ ઘણી ચોકલેટ ખાઈએ છીએ. ફળો, સૂપ અને ડ્રાય ફળો વગેરે સેક્સ-મેકિંગ ખોરાક માનવામાં આવે છે. મોટાભાગનાં લોકો ડિસેમ્બર મહિનામાં વેકેશન પર ફરવા જાય છે. વિદેશી સ્થાનો અને ખોરાક તમારા સેક્સ માટેનો મૂડ સેટ કરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે યુગલો વેકેશન દરમિયામાં વધુ સેક્સ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here