ઓટો ગાઈડ : 12 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં સનરૂફવાળી કાર ખરીદવાનો પ્લાન છે? તો આ 5 કાર બેસ્ટ ઓપ્શન છે

0
19

ફેમિલી કે મિત્રો સાથે લોન્ગ ડ્રાઈવ પર બહાર ગયા હો તો સનરૂફ ખોલીને ઊભા રહેવાની મજા જ કંઈક અલગ છે. પહેલા સનરૂફ મોંઘી કાર અને કે તેના ટોપ મોડલ સુધી જ સીમિત હતું. હવે ઘણી કંપનીઓ ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે સસ્તા મોડલ્સમાં પણ સનરૂફ આપી રહી છે. જો તમે પણ સનરૂફવાળી વ્યાજબી ભાવે કાર શોધી રહ્યા છો તો આ લિસ્ટ જુઓ…

1. ટાટા નેક્સન XM(S)

 • ટાટાએ પોતાની પોપ્યુલર ક્રોસ-ઓવર નેક્સનનું નવું XM(S) વેરિઅન્ટ લોન્ચ કર્યું. કંપનીએ દાવો કર્યો છે કે, કિંમતના ભાવે આ ઇલેક્ટ્રિક સનરૂફથી સજ્જ નેક્સન લાઈનઅપનું સૌથી વ્યાજબી મોડલ છે.
 • XM(S) પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 8.36 લાખ રૂપિયા, પેટ્રોલ-ઓટોમેટિકની કિંમત 8.96 લાખ રૂપિયા જ્યારે ડીઝલ-મેન્યુઅલની કિંમત 9.70 લાખ રૂપિયા અને ડીઝલ-ઓટોમેટિકની કિંમત 10.30 લાખ રૂપિયા છે.
 • XM(S)માં XM ટ્રીમ જેવા ઘણાં એડીશનલ ફીચર્સ પણ મળે છે. સનરૂફ ઉપરાંત નવા વેરિઅન્ટમાં ઓટોમેટિક પ્રોજેક્ટર હેડ-લેમ્પ્સ, રેન સેન્સિંગ વાઈપર, કનેક્ટ-નેક્સ્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ બાય હરમન, મલ્ટી-ડ્રાઈવ મોડ સામેલ છે.
 • સેફ્ટી માટે તેમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, હિલ-હોલ્ડ કંટ્રોલ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ વિથ ઇલેક્ટ્રોનિક બ્રેક અને રિવર્સ પાર્કિંગ સેન્સર સામેલ છે. તેમાં બે એન્જિનનો ઓપ્શન મળશે. 1.2 લીટર, થ્રી સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન 120ps અને 170nmનો ટોર્ક જનરેટ કરે છે જ્યારે 1.5 લીટર ડીઝલ એન્જિન 110ps અને 260 nmનો ટોર્ક જનરેટ કરે છે.

2. હોન્ડા WR-V

 • હોન્ડાની સ્પોર્ટી ક્રોસ-ઓવર WR-Vમાં પણ સનરૂફ મળશે. WR-Vના બે વેરિઅન્ટ SV અને VXમાં અવેલેબલ છે. આ બંનેમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો ઓપ્શન મળે છે, પરંતુ સનરૂફ માટે તમારે VX ટ્રિમ ખરીદવી પડશે. VX પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 9.69 લાખ રૂપિયા છે, ડીઝલ વેરિઅન્ટની કિંમત 10.99 લાખ રૂપિયા છે.
 • એન્જિનની વાત કરીએ તો VX પેટ્રોલ મેન્યુઅલમાં 1199ccનું એન્જિન છે જે 6000 rpm પર 66ps અને 4800 rpm પર 110nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલમાં1498ccનું એન્જિન મળશે જે 3600 rpm પર 73psનો પાવર અને 1750 rpm પર 200nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, પેટ્રોલમાં 16.5 km/l અને ડીઝલમાં 23.7 km/lનું માઈલેજ મળશે.
 • સેફ્ટી ફીચર્સ માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, એન્જિન ઈમોબિલાઈઝર, ઈન્ટેલિજન્ટ પેડલ અને ડ્રાઈવર સાઈડ વિન્ડો વન ટચ અપ/ડાઉન વિથ પિન્ચ ગાર્ડ સામેલ છે.

3. ફોર્ડ ઈકોસ્પોર્ટ

 • ફોર્ડની પોપ્યુલર સબ-કોમ્પેક્ટ SUV ઈકોસ્પોર્ટમાં પણ સનરૂફ પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત 6 ટ્રિમ (એમ્બિયન્ટ, ટ્રેન્ડ થંડર, ટાઈટેનિયમ, ટાઈટેનિયમ પ્લસ અને S) ઉપલબ્ધ છે, પરંતુ સનરૂફ માટે ટાઈટેનિયમ પ્લસ, થંડર અથવા S ટ્રિમ ખરીદવી પડશે.
 • ટાઈટેનિયમ પ્લસ પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 10.66 લાખ રૂપિયા છે, જ્યારે પેટ્રોલ-ઓટોમેટિકની કિંમત 11.56 લાખ રૂપિયા છે. તેમજ તેના ડીઝલ મેન્યુઅલ 11.16 લાખ રૂપિયા છે. થંડર ટ્રિમના પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 10.66 લાખ રૂપિયા જ્યારે ડીઝલ-મેન્યુઅલની કિંમત 11.16 લાખ રૂપિયા છે. S ટ્રિમના પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 11.21 લાખ રૂપિયા છે, જ્યારે ડીઝલ-મેન્યુઅલની કિંમત 11.71 લાખ રૂપિયા છે. (તમામ કિંમતો દિલ્હી એક્સ-શોરૂમ)
 • પેટ્રોલ ટ્રિમમાં 1496ccનું એન્જિન છે, જે 122ps પાવર અને 149nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ડીઝલ ટ્રિમમાં 1498ccનું એન્જિન છે, જે 100pc પાવર અને 215nm ટોર્ક જનરેટ કરે છે.

4. હ્યુન્ડાઈ વેન્યૂ

 • હ્યુન્ડાઈની આ પોપ્યુલર સબ-કોમ્પેક્ટ SUVમાં પણ ઈલેક્ટ્રિક સનરૂફ મળે છે. તે કુલ ચાર (E, S, S+, SX) ટ્રિમમાં ઉપલબ્ધ છે, પરંતુ સનરૂફ માટે તેનું SX ટ્રિમ ખરીદવી પડશે.
 • કિંમતની વાત કરીએ તો, SX વેરિઅન્ટના 1.0 લીટર પેટ્રોલ એન્જિનની કિંમત 9.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 1.5 લીટર ડીઝલ એન્જિન SX(O)ડ્યુઅલ ટોન (સ્પોર્ટ) માટે 11.57 લાખ રૂપિયા સુધી આવે છે (કિંમતો દિલ્હી એક્સ-શોરૂમ)

5. મહિન્દ્રા XUV300

 • મહિન્દ્રાની આ દમદાર સબ-કોમ્પેક્ટ SUVમાં પણ અફોર્ડેબલ કિંતમમાં સનરૂફ મળે છે. જો કે, ચાર ટ્રિમ {W4, W6, W8 અને W8(O)}માં ઉપલબ્ધ છે, પરંતુ સનરૂફ માટે તેનું ટોપ W8(O)વેરિઅન્ટ ખરીદવું પડશે. તેની શરૂઆતી કિંમત 9.90 લાખ રૂપિયા છે, જે એન્જિન અને ટ્રાન્સમિશનના અનુસાર, 12.30 લાખ રૂપિયા સુધી આવે છે. (કિંમત દિલ્હી એક્સ-શોરૂમ)
 • તેના 1.2 લીટર પેટ્રોલ એન્જિનમાં 110bph પાવર મળે છે, જ્યારે ડીઝલ એન્જિનમાં 115bphનો પાવર મળે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સહિત ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ મળે છે.
 • કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સેગમેન્ટની પહેલી કાર છે, જેમાં ફ્રંટ પાર્કિંગ સેન્સર મળે છે. તેની સાથે આ સેગમેન્ટની પહેલી કાર છે જેમાં સેફ્ટી માટે કુલ 7 એરબેગ્સ મળી છે. ABS વિથ EBD તમામ વેરિઅન્ટમાં મળે છે, જ્યારે ESP (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ) ટોપ વેરિઅન્ટમાં મર્યાદિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here