શું આપ ક્રોમ બ્રાઉઝર વાપરો છો? તો અપડેટ કરવા ગુગલની સૂચના

0
62

નવીદિલ્હી તા.28
ગુગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો ગુગલ તરફથી આપને વોર્નીંગ છે. ગુગલે દરેક યુઝર્સને તુરત બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાનું કહ્યું છે. કંપની તરફથી અપાયેલી આ વોર્નીંગનું કારણ ગુગલ ક્રોમ સાથે જોડાયેલ એક ખામી છે. ગુગલે યુઝર્સને ત્રણ અલગ અલગ ઝીરો-ડે પ્રોબ્લેમ્સથી બચાવવા માટે લેટેસ્ટ અપડેટ રોલ આઉટ કર્યુ છે. અને તુરત અપડેટ કરવાની સલાહ આપી છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેને સમય રહેતા ગરબડીનો પતો લાગી ગયો હતો અને ખામીને દૂર કરવામાં આવ્યો હતો અને લેટેસ્ટ 80.0.39.122 રોલ આઉટ કરવામાં આવ્યું છે. ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં ગુગલ લખ્યું છે. કંપની તરફથી ક્રોમ 80માં હાઈ-લેવલ પ્રોબ્લેમ્સ ક્ધફર્મ કરવામાં આવી છે. આ ગરબડોને ફાયદો ઉઠાવીને હેકર્સ લોકોને ફસાવી શકતા હતા અને ફેક વેબસાઈટ્સ પર રિડાયરેકટ કરી શકતા હતા. ત્યાં સુધી કે પૂરી કોમ્પ્યુટર સિસ્ટમને તેનાથી નિશાન બનાવી શકતા હતા.

ફોર્બ્સની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા સાથે જોડાયેલી ખામીનો પત્તો પ્રોડકટ વેન્ડર કે સિકયુરિટી રિસર્ચર્સને નહોતો મળ્યો પરંતુ તેને ફાયદો હેકર્સ આસાનીથી ઉઠાવી શકતા હતા. આ ખામીનો પત્તો ગુગલ સિકયોરિટી ટીમના આંદ્રે બિર્ગલે લગાવ્યો હતો. જેને ઈનામ તરીકે 5000 ડોલર પણ અપાયા હતા.

આ રીતે અપડેટ કરો ગુગલ ક્રોમ
ક્રોમ બ્રાઉઝર લેટેસ્ટ અપડેટ આવતા જ યુઝર્સને ઓટોમેટીક નોટીફીકેશન દેખાડી દે છે પરંતુ આપ ઈચ્છો તો મેન્યુઅલી પણ અપડેટ પ્રોસેસ શરૂ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા આપના વિન્ડોઝ કે મેક કોમ્પ્યુટર પર ગુગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. ત્યારબાદ ટોપ રાઈટ કોર્નરમાં દેખાતા ત્રણ ડોટસ પર કલીક કરો, જેનાથી હોપ ડાઉન મેન્યુ આપને દેખાશે. આ મેનુથી હેલ્પ અને ત્યાં અબાઉટ ગુગલ ક્રોમ મેનુમાં જાઓ. આ પેજને ઓપન કરતા જ અપડેટ શરૂ થઈ જશે. એકવાર અપડેટ થઈ ગયા બાદ ક્રોમને રિલોન્ચ કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here