Tuesday, March 25, 2025
HomeઅમદાવાદAHMEDABAD : ૧૦ લાખના માટે મિત્રએ દબાણ કરતાં ડોક્ટરે ઝેરી દવા પીધી

AHMEDABAD : ૧૦ લાખના માટે મિત્રએ દબાણ કરતાં ડોક્ટરે ઝેરી દવા પીધી

- Advertisement -

નવા નરોડામાં રહેતા ડોક્ટરે વર્ષ પહેલા મિત્ર પાસેથી ઉછીના રૃા. દસ લાખ લીધા હતા જે પૈકી રૃા.૭.૨૨ લાખ આપવાની બાકી હતા જેથી તાજેતરમાં મિત્રએ કડક ઉઘરાણી કરીને વ્યાજ આપવું પડશે કહીને વારંવાર ફોન કરીને હેરાન પરેશાન કરી મૂકતા ડોક્ટરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં ઉછીના લીધેલા રૃપિયા અઠવાડિયા પછી આપવાની વાત કરી તો અત્યારે આપવા દબાણ કરીને વ્યાજ પણ આપવું પડશે કહીને કડક ઉઘરાણી કરતાં ડોક્ટરે  આપઘાતનો પ્રયાસ કર્યો

નવા નરોડામાં રહેતા ડોકટરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા તેમના મિત્ર સામે ફરિયાદ નોધાવી છે કે આરોપી સાથે આઠ વર્ષથી મિત્રતા છે.ડોક્ટરે વર્ષ પહેલા અગાઉ ધંધાના તથા જમીનમાંક રાકોણ માટે મિત્ર પાસેથી ઉછીના રૃા. દસ લાખ લીધા હતા ત્યારબાદ ટુકટે ટુકડે રૃા. ૨.૭૮ લાખ પાછા આપી દીધા હતા જે પૈકીરૃા.૭.૨૨ લાખ આપવાની બાકી હતા.

ચાર દિવસ પહેલા ડોક્ટર દવાખાને હતા ત્યારે આરોપીએ આજે જ રૃપિયા આપવાની વાત કરી હતી જેથી ફરિયાદીએ  અઠવાડિયામાં આપવાની વાત કરી હતી જેથી મિત્રએ કડક ઉઘરાણી કરીને વ્યાજ આપવું પડશે કહીને વારંવાર ફોન કરીને હેરાન પરેશાન કરી મૂક્યા હતા જેથી ડોક્ટરે બપોરે ઘરે જમવા જતી વખતે રસ્તામાંથી ઉંદર મારવાની દવા લઇને  સોસાયટી બહાર પાણીમાં પી લીધી હતી. ઘરે ગયા પછી શરીરે અસર થતાં ઉલટીઓ થવા લાગી હતી જેને લઇને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular