દહેગામ : બહીયલ ગામે ડીગ્રી વીનાનો ડોક્ટર એલોપેથીકની દવાઓના મોટા જથ્થા સાથે ઝડપાયો

0
26

દહેગામ તાલુકાના બહીયલ ગામે એક આધેડ વયનો ડીગ્રી વીનાનો શખ્સ ઝડપાયો અને તેની પાસેથી એલોપથી દવાઓનો મોટો જથ્થો ઝડપાયો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા છેલ્લા દસેક દીવસથી આરોગ્યની ટીમ કાર્યરત બની જતા દહેગામ પંથકમા કંપાઉંડરમાંથી ડોક્ટર બની બેઠેલા લેભાંગો તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હતો તેની અનુસંધાનમા નરેંદ્ર મોદીને લેખીત જાણ કરતા ગાંધીનગરના આરોગ્ય અધિકારીની સુચનાથી દહેગામના આરોગ્ય અધિકારી અને કડાદરા પ્રાથમિ આરોગ્ય કેંદ્રના એમઓ ડોક્ટર અનુજય પટેલની ટીમે આજે બહીયલ ખાતે દવાખાનુ ખોલીના એલોપેથીકની પ્રેકટીસ કરતા ડીગ્રી વીનાના ડોક્ટર અમરીશ ચીનુભાઈ સોનીને એલોપથી દવાઓના મોટા જથ્થા સાથે પકડી પાડ્યો છે અને આ ડીગ્રી વીનાના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી જોવા મળી ન હતી તેમા છતા બજારમા ખુલ્લેઆમ એલોપેથીક પદ્ધતીએ સારવાર કરતો હોવાથી બહીયલના પ્રાથામિક આરોગ્ય કેંદ્રના બેધનાથ રામે આના અનુસંધાનમા દહેગામ પોલીસ સ્ટેશના ફરીયાદ નોધાવી છે અને દહેગામ તાલુકાના કડાદરા પ્રાથમિક આરોગ્ય કેંદ્રના ડોક્ટર અનુજય પટેલ સવારથી જ આ ડીગ્રી વીનાના ડોક્ટરની તપાસમા નીકળી જાય છે પરંતુ દહેગામ તાલુકામા ડીગ્રીવીનાના ડોક્ટરો ભુગર્ભમા ઉતરી જવા પામ્યા છે.

  • આ બાબતે બહીયલના પ્રાથમિક આરોગ્ય કેંદ્રના ડોક્ટર બેધનાથ રામે દહેગામ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોધાવી છે
  • દહેગામ તાલુકામા ૧૦૦ જેટલાના ડીગ્રી વીનાના ડોક્ટરો કાર્યરત હતા તેમાંથી ફક્ત અને ફક્ત ૨ જેટલા ડીગ્રી વીનાના ડોક્ટરો દહેગામની આરોગ્ય ટીમે પકડ્યા છે
  • દહેગામની આરોગ્યની ટીમ સવારથી જ દહેગામ તાલુકામા ડીગ્રી વીનાના ડોક્ટરોની તપાસમા નીકળી જાય છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર