ડોક્ટરની સલાહ, કોરોના કાળમાં સેક્સ દરમિયાન રાખો આટલું ધ્યાન, કિસિંગથી બચો

0
31

કેનેડાના મુખ્ય સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારી એ બુધવારે (2 સપ્ટેમ્બર)ને કપલ્સને કોરાનાકાળમાં સેક્સ કરતી વખતે માસ્ક પહેરાવાની સલાહ આપી છે. ડોક્ટરનું કહેવું છે કે ઇન્ટરકોર્સ ની માસ્ક પહેરવાથી કપલ્સ કોવિડ-19થી બચી શકે છે. ડોક્ટર થેરેસા ટૈમ એ એક નિવેદન જાહેર કરી કહ્યું કે મહામારી વખતે કપલને સેક્સ કરવું ખૂબ કોમ્પ્લિકેટેડ થઇ શકે છે. ખાસ કરીને તેમના માટે જે કોઇ નવા પાર્ટનર સાથે સેક્સ કરવા માંગે છે. એવામાં કપલ વચ્ચે કોવિડ 19 સંક્રમણનો ખતરો વધી જાય છે.

ડો. ટૈમએ એક નિવેદનમાં કહ્યું કે સેક્સ દરમિયાન સ્પર્મ અથવા વઝાઇનાના તરલ પદાર્થથી કોવિડ 19 સંક્રમણ થવાની સંભાવના ખૂબ ઓછી છે. પરંતુ નવા પાર્ટનર સાથે સેક્સ ખાસકરીને કિસિંગ  કરવા પર કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે. કોરોના સંકટ વચ્ચે શારિરીક નિકટતા જેવી અન્ય ગતિવિધિઓ દરમિયાન કેટલીક ગતિવિધી દરમિયાન કેટલીક વસ્તુઓનો ખ્યાલ રાખીને તમે સંક્રમિત થતાં બચી શકો છો અને આ વાયરસના પ્રસારના ખતરાને પણ ઓછો કરી શકો છો. ડો. ટૈમએ સેક્સ દરમિયન કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપી અને આ સાથે જ તેમણે દારૂ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવા પર ભાર મુક્યો.

તેમણે કહ્યું કે આ વાયરસને ફેલાતો રોકવા માટે અને આ સંક્રમણથી બચવા માટે સેક્સ દરમિયાન એકબીજાને ફેસ ટૂ ફેસ કિસ કરવાનું ટાળો. સેક્સ દરમિયન માસ્ક વડે મોઢું અને નાકને સારી રીતે કવર કરો અને કોઇપણ યૌન ગતિવિધિ પહેલાં પોતાના અને પોતાના સાથીના લક્ષણ પર ધ્યાન આપો.

તેમના અનુસાર કોવિડ 19 પ્રકોપ દરમિયાન સેક્સ સમયે સંક્રમણના ખતરાને ઓછો કરવા માટે માસ્ક પહેરવું એક સારો વિકલ્પ છે. સેક્સુઅલ હેલ્થ સમગ્ર સ્વાસ્થ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ટૈમએ કહ્યું કે સાવધાની વર્તતા અને કોવિડ 19 હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવાનું ન ભૂલો. અત્રે ઉલ્લેખનીય છે કે આખી દુનિયા કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહી છે અને આ વાયરસના પ્રસારને કાબૂમાં કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે કેનાડાની તો અહીં 1 સપ્ટેમ્બર સુધી કોવિડ 19ના 129,425 કેસ રિપોર્ટ કરવમાં આવ્યા છે. જેમાંથી 9,132 દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here