કોઇપણ ગંભીર તબીબી સમસ્પામાંથી આપણને ઉગારવા માટે ડોક્ટર હંમેશા તૈયાર રહે છે. સમગ્ર દેશમાં ૧લીં જુલાઇના રોજ “રાષ્ટ્રીય ડોક્ટર દિવસ”નીં ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૧થી કેન્દ્ર કરકાર દ્વારા સમગ્ર દેશમાં પસ્થિમ બંગાળના મુખ્યમંત્રી ડો. બિઘાનચંદ્ર રોયની યાદમાં ૧લીં જુલાઇને રાષ્ટીય ડાક્ટર્સડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
પશ્મિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો બિઘાનચંદ્ર રોંયના જન્મ ૧ જુલાઇ, ૧૮૮૨ના રોજ થયો હતો. કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોંયે લંડનમાંથી એમ.આર.સી.પીં… અને એફ.આર.સી.એસની ડિગ્રી મેળવી હતી. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફિઝીશીયન તરીકે ભારતમાં જ તેમની પ્રેકટીસ શરૂ કરી, ત્યારબાદ તેઓ કોલકત્તા મેડિકલ કોલેજ અને ક્રેમ્યેબલ મેડિકલ સ્કૂલમાં જોડાયા.
ભારતની મહદ અંશની વસ્તી ડોક્ટરની કુશળતા અને જવાબદારી ૫૨ અવલંબિત હોય ત્યારે રાષટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી એ ભારતનું મહત્વનું જાગૃતિ અભિયાન છે, વિવિઘતાભર્યા ભારતીય સમાજમાં ડોક્ટરોની ભૂમિકા અગત્યની અને જવાબદારીભરી છે, ત્યારે દર્દીઓનું જીવન બચાવતા આ ઉમદા ત્યવસાય સાથે જોડાઇ ગયેલી કેટલીક બદીયો દૂર કરવા તથા તેની સામે લાલ બત્તી ધરવા આ દિવસની ઉજવણી અનિવાર્ય છે. જરૂરિપાતવાળા દર્દીઓને બિન-જરૂરી શારીરિક પરીક્ષણો કરાવી વધારાનો ખર્ચ અને માનસિક હેરાનગતિ કરાવી તબીબી વ્યવસાય માટે લાંછનરૂપ બનેલા તબીબો સામે કાર્યવાહી કરવાનો પણ આ દિવસ છે.
ડોક્ટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વાર્થ સેવાનું ઋણ ચૂકવીંએ અને આપણને આપના જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર ડોક્ટર્સને શુભેચ્છાપત્રોં, ફૂલો, મોમેન્ટો વગેરે આપીં તેમનો ઋણસ્વીકાર કરવો જોઇએ તો જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે..
ભારતીય સમાજમાં ડોકટરોંની ભૂમિકા અગત્યની અને જવાબદારીભરી છે, ત્યારે દર્દીઓનું જીવન બચાવતા આ ઉમદા વ્યવસાય સાથે જોડાઇ ગયેલી કેટલીક બદીયો દૂર કરવા તથા તેની સામે લાલ બત્તી ધરવા આ દિવસની ઉજવણી અનિવાર્ય છે.
જો વાત કરવામાં આવે જામનગર ની તો જામનગરમાં પણ અનેક હોસ્પિટલો અને દવાખાના માં આવેલા છે પરંતુ સમગ્ર ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ એટલે કે જામનગરની જી.જી હોસ્પિટલ આ હોસ્પિટલ ની અંદર સરકાર શ્રી દ્વારા દરેક વિભાગના ડોક્ટરોની સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તબીબો રાત-દિવસ જોયા વગર દર્દીઓની સેવા કરે છે અતિ ગંભીર અકસ્માત ના તેમજ ઓપરેશન બાદ ના દર્દીઓ જામનગરની જી.જી.હોસ્પિટલના હાસ્ય વિભાગમાં સારવાર મેળવે છે આ આઈ સી યુ વિભાગ છેલ્લા ૧૪ વર્ષથી એનેસ્થેસિયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે જેમાં એનેસ્થેસિયા તેમજ મેડિસિન વિભાગના તબીબો રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સારવાર કરે છે આઈ સી યુ ની અંદર ખુબ જ ગંભીર પ્રકારની તકલીફો વધારે દર્દીઓ હોય ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ સતત ખડે પગે રહે છે.