Monday, September 26, 2022
Homeદ્વારકા : આદિત્ય હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ : કોઈ જાનહાની નહીં.
Array

દ્વારકા : આદિત્ય હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ : કોઈ જાનહાની નહીં.

- Advertisement -

દ્વારકાની જુની નગરપાલિકા સામે આવેલી આદિત્ય હોસ્પિટલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતા હોસ્પિટલમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં

દ્વારકામાં જુની નગરપાલિકા સામે આવેલી આદિત્ય હોસ્પિટલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે હોસ્પિટલ અંદર એક ડોક્ટર, એક દર્દી તથા અન્ય એક વ્યક્તિ હોવાથી આગ લાગતા જ તેઓ બહાર દોડી આવ્યાં હતાં. જેથી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું

આગ લાગતા મેડિકલ સ્ટોર તથા હોસ્પિટલનો આગલો ભાગ નષ્ટ થયો હતો. આગ લાગતા, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી દ્વારકા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ આવી પહોંચી હતી તથા આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular