શું ચા પીવાથી ઇમ્યુનિટી ઓછી થઇ જાય છે?

0
0

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં યથાવત છે. કોરોનાથી સમગ્ર વિશ્વમાં 4.5 લાખથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ભારતમાં પણ કોરોનાથી 12 હજારથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ડૉક્ટર્સનું માનીએ તો જેમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય છે તેમને કોરોનાની અસર થવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે. આ જ કારણથી ભારત સરકારનું આયુષ મંત્રાલય સતત લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાના ઉપાય શેર કરી રહ્યું છે. આ દરમિયાન લોકોમાં કોરોના કાળમાં ખાણી-પીણીની વસ્તુઓને લઇને પણ કેટલાય પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. એક એવી જ ભ્રમણા છે કે ચા પીવાથી ઇમ્યુનિટી પર અસર પડે છે.

ઇમ્યુનિટી પર ચા અસર કરે છે?

કોરોના પર નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું કે, ઇમ્યુનિટી એટલી નબળી નથી હોતી કે ચા પીવાથી ઓછી થઇ જાય. ઇમ્યુનિટી શરીરની અંદર એક એવી વસ્તુ છે જે ઘણી મજબૂત હોય છે. તેને ઇનનેટ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. સંતુલિત આહાર અને પોતાની દિનચર્યામાં પૌષ્ટિક ચીજવસ્તુઓ ખાવાથી અડેપ્ટેડ ઇમ્યુનિટી વધે છે. આ સાથે જ લોકોએ શારીરિક વ્યાયામ અને અભ્યાસ કરતા રહેવું જોઇએ. તેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે.

ચા ઇમ્યુનિટી ઓછી નથી કરતી પરંતુ વધારે છે

નિષ્ણાંત ડોક્ટરે કહ્યુ કે, લોકોએ ધૂમ્રપાન જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. આ તમામ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે એવી ચા તૈયાર કરી છે જે કોવિડ 19 સામે લડવા માટે સૌથી મહત્ત્વનું કામ કરશે અને તે છે ઇમ્યુનિટી વધારવી.

શરીર માટે ફાયદાકારક છે ચા

તાજેતરમાં જ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના સંબંધમાં કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે આસામના બગીચાની ચા કોરોના વાયરસથી લડવા માટે શરીરને જરૂરી ઇમ્યુનિટી આપે છે. કારણ કે ચામાં થિફ્લેવિન્સ નામનું તત્ત્વ હોય છે જે ઇન્ફ્લુએન્ઝા અને શ્વસનતંત્ર સંબંધિત રોગથી બચવામાં આપણા શરીરને મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here