શું પાર્ટનરની નજીક જવાથી વધે છે કોરોનાનો ખતરો ? જાણો શું કહે છે નિષ્ણાંતોની સલાહ

0
4

કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસની ઝપેટમાં સરળતાથી આવી શકે છે. આ સ્થિતિમાં ઘણા લોકોના મનમાં પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, લવ મેકિંગથી પણ ક્યાંય સંક્રમણનો ખતરો નથી વધી રહ્યો ? જોકે, WHOએ પહેલાથી જ કહ્યું છે કે, કોરોના વાયરસ જાતીય ચેપ નથી. નિષ્ણાંતો તેમ પણ કહે છે કે, જો તમે પહેલાથી કોઈની સાથે સંબંધમાં છો અને તે વ્યક્તિ સાથે એક જ પ્રકારનાં વાતાવરણમાં જીવતા હોવ તો તે વાતાવરણમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. જોકે, જો તમારામાંથી કોઈને કોરોનાનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે, તો તમારે અંતર બનાવવું જોઈએ અને તમારા ઘરમાં હોમ આઈસોલેશનમાં રહેવું જોઈએ.

કોરોનાના હળવા લક્ષણો જોવા મળે છે

નિષ્ણાંતોનું કહેવુ છે કે, ભલે તમે સાથે રહેતા હોવ, પણ જ્યારે કોરોનાનાં લક્ષણો દેખાય છે ત્યારે એકબીજાની વચ્ચે ઓછામાં ઓછા બે મીટરનું અંતર રાખો. જો તમને કોરોના વાયરસના હળવા લક્ષણો જોવા મળે છે અને જો તમે તમારા જીવનસાથીથી કોઈ અંતર ન રાખતા હોવ તો ચોક્કસ તમારા જીવનસાથીને પણ કોરોનાનો ચેપ લાગશે. એક્સપર્ટનું પણ એ કહેવુ છે કે, આ સમયે નવા વ્યક્તિોની સાથે શારીરિક સંબંધો બનાવવાથી બચવુ જોઈએ. કારણ કે, તેનાથી કોરોના જોખમનું જોખમ વધી શકે છે. હવે મોટાભાગના કેસો આવી રહ્યા છે જેમાં લક્ષણો દેખાડ્યા ન હોવા છતાં લોકોને ચેપ લાગ્યો છે. આ સ્થિતિમાં જીવનસાથીની પસંદગી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. માત્ર અન્ય લોકો જ નહીં, પરંતુ તમે પણ અન્ય લોકોમાં રોગ ફેલાવી શકો છો. નજીકનો સંપર્ક અને કિસ કરવાથી પણ આ બીમારી લોકો સુધી પહોંચી શકે છે.

કોઈપણ લક્ષણ દેખાઈ રહ્યા નથી

ડૉક્ટર્સનું કહેવુ છે કે, જો તમે કોઈને કિસ કરી છે અથવા તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે જેમાં હવે કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે તો, પોતાને તરત જ આઈસોલેટ કરી લો અને પોતાના લક્ષણોને પણ નજીકથી જોવો. જો તમારામાં કોરોનાના કોઈપણ લક્ષણ દેખાઈ રહ્યા નથી તો, સતર્ક થઈ જાઓ. જો તમારા લક્ષણ ગંભીર છે તો, તરત ડૉક્ટરનો સંપર્ક કરો અને પોતાના ટેસ્ટ કરાવો.

સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખો

તો હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, તમને કોરોના હોય છે કે નહી તે આ ત્રણ વસ્તુ પર નિર્ભર કરે છે. પ્રથમ તમે પીડિત વ્યક્તિની કેટલી નજીક આવો છો. બીજું શું પીડિત વ્યક્તિ ઉધરસ અને છીંકતા સમયે તેના છાંટા તમને ઉડ્યા હતા અથવા ત્રીજું તમે સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here