ઓછું સેક્સ કરનારી મહિલાઓમાં શું જલદી આવે છે મેનોપોઝ?

0
15
freepik.com

સેક્સના ફાયદા વિશે તો સૌ કોઈ જાણે જ છે. સેક્સ કરવાથી કેલરી તો બર્ન થાય જ છે, સાથે જ હાર્ટ પણ હેલ્ધી થાય છે, સ્કિન સારી થાય છે, તેમજ તે આપણી મેરિડ લાઈફ માટે પણ ટોનિકનું કામ કરે છે. સેક્સ કરવાના આટલા ફાયદા છે, તેમ છતા કેટલીક મહિલાઓ છે, જે સેક્સને એટલું મહત્ત્વ નથી આપતી, જેટલું આપવું જોઈએ. શું સેક્સ ઓછું કરવાથી ખરેખર મહિલાઓમાં જલ્દી મેનોપોઝ આવી જાય છે, તેના વિશે તમે પણ જાણી લો.

મેરિડ લાઈફમાં રોમાંચ જાળવી રાખવામાં સેક્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જ્યાં પુરુષ તેમાં ખૂબ જ એક્ટિવ હોય છે, જ્યારે મહિલાઓ એટલી જ સુસ્ત. હાલમાં જ સેક્સ પર કરવામાં આવેલા એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે, 35 વર્ષથી વધુ ઉંમરની જે મહિલાઓ સેક્સ્યુઅલી ઓછી એક્ટિવ હોય છે, તેમનામા મેનોપોઝ જલ્દી આવી જાય છે.

સંશોધનમાં એ વાત સામે આવી છે કે, જે મહિલાઓ વધુ સેક્સ કરે છે, તેમનો મેનોપોઝ જલ્દી નથી આવતો. રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે, જે મહિલાઓ અઠવાડિયામાં એકવાર સેક્સ કરે છે, તેમનામાં મેનોપોઝ થવાની સંભાવનાઓ જે મહિલાઓ મહિનામાં એકવાર સેક્સ કરે છે, તેની સરખામણીમાં 28 ટકા ઓછી હોય છે.

રિસર્ચમાં એ વાત પણ સાબિત થઈ છે કે, 35 વર્ષથી વધુ ઉંમરની જે મહિલાઓ સેક્સ નથી કરતી, તેમનું શરીર ઓવ્યૂલેશન બંધ કરવાના સંકેત આપવા માંડે છે, જેના કારણે મેનોપોઝ થઈ જાય છે. શરીર આ સિગ્નલ આપે છે કે, પ્રજનનની પ્રક્રિયા માટે ઈંડાની જરૂર નથી, આથી ઓવ્યૂલેશન બંધ થઈ જાય છે અને મેનોપોઝ થઈ જાય છે.

તેમા 3 હજાર મહિલાઓ પર કરવામા આવેલા સંશોધનમાં પણ સામે આવ્યું છે કે, ઓવ્યૂલેશન દરમિયાન મહિલાઓની ઈમ્યૂનિટી નબળી થઈ જાય છે, જેને કારણે શરીર બીમાર થવાની સંભાવના વધી જાય છે.

મહિલાઓએ શું કરવું જોઈએ?

જો તમે ન ઈચ્છતા હો કે તમારું મેનોપોઝ પણ જલ્દી આવી જાય, તો સેક્સ્યુઅલી એક્ટિવ રહો. જેટલું બની શકે એટલા એક્ટિવ રહો, કારણ કે તે તમને માત્ર મેનોપોઝથી જ નહીં બચાવશે પરંતુ તમને હેલ્ધી પણ રાખશે. આથી, ફિટ અને હેલ્ધી રહેવા માટે પોતાની સેક્સ લાઈફને એન્જોય કરો.