શું તમારું બાળક કરે છે માથાના દુખાવાની ફરિયાદ? આ લક્ષણોની અવગણના ન કરશો

0
3

બાળકો અને ટીનએજર્સને પણ માથાના દુખાવાની ફરિયાદ હોઇ શકે છે. રિસર્ચ અનુસાર, શાળા જતાં 75 ટકા બાળકોને માથાના દુખાવાની ફરિયાદ થાય છે. આ માથાના દુખાવાનાં કેટલાય કારણ હોઇ શકે છે. સ્ટડીઝનો દાવો છે કે સ્કૂલ જતાં 58.4 ટકા બાળકોમાં તણાવના કારણથી માથાનો દુખાવો થઇ શકે છે. ત્યારે કેટલાક બાળકોમાં માથાનો દુખાવો કોઇ બીમારીના કારણેથી પણ થઇ શકે છે. જાણો, બાળકોમાં થતાં માથાના દુખાવા કેટલા પ્રકારના હોય છે.

બાળકોમાં કેમ થાય છે માથાનો દુખાવો : અભ્યાસમાં સારા ન હોવું, સારું પ્રદર્શન આપવાનું દબાણ અને શારીરિક પ્રવૃત્તિઓમાં ઓછો ભાગ લેવો બાળકોમાં માથાનો દુખાવો થવાના મુખ્ય કારણ છે. બાળકોનું સ્વાસ્થ્ય કેવું છે, શું તેને પહેલાં કોઇ બીમારી રહી છે આ તમામ બાબતો મારફતે માથાના દુખાવાનાં કારણ વિશે જાણી શકાય છે. માથાના દુખાવાનું કારણ જાણ્યા બાદ ડૉક્ટરની સલાહ લઇને તેની સારવાર પણ કરાવી શકાય છે.

બાળકોમાં માથું દુખવાના કેટલાક સામાન્ય કારણ છે જે મોટાભાગના બાળકોમાં જોવા મળે છે. કેટલાય બાળકો આ પ્રકારના માથાના દુખાવાની ફરિયાદ કરે છે.

તણાવના કારણે થતો દુખાવો : તણાવના કારણે થતાં માથાના દુખાવામાં માથાનાં બંને તરફ દુખાવો થાય છે. તેના કારણે માથું અને ડોકની માંસપેશિઓમાં ખેંચાણ થવા લાગે છે. ટીનએજર્સ અને બાળકોમાં સૌથી વધારે તણાવના કારણે જ માથાનો દુખાવો થાય છે. તણાવગ્રસ્ત થવાને અથવા થાકનો અનુભવ થવાથી માથા અને ડોકમાં લોહીનું પરિભ્રમણ અટકી જાય છે જેના કારણે માથાના દુખાવાનો અનુભવ થાય છે.

અટકી-અટકીને થતો માથાનો દુખાવો : કેટલાક બાળકોમાં માથાના દુખાવાની ફરિયાદ અટકી-અટકીને થાય છે. એકવાર શરૂ થયા બાદ આ દુખાવો લગભગ 15 મિનિટ સુધી રહે છે. આ માથાના દુખાવામાં માથાની એક બાજુ ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે, જે ખૂબ જ કષ્ટદાયી હોય છે. આ પ્રકારના માથાના દુખાવાને કારણે બેચેની, આંખોમાં પાણી આવવું, નાક બંધ થવા જેવા લક્ષણ પણ જોવા મળે છે.

માઇગ્રેન : કેટલાક બાળકોમાં માઇગ્રેનનો માથાનો દુખાવો પણ થઇ શકે છે. માઇગ્રેનના કારણે માથાની એક બાજુ ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે તેના કારણે માંસપેશિઓમાં ખેંચાણ થાય છે. માઇગ્રેનના દુખાવામાં ઉલ્ટી, બેચેની અથવા ઉબકા જેવી સમસ્યા પણ સર્જાય છે..

સારી ઊંઘ ન મળવી : તણાવ, ઊંઘ ન આવવી અને થાકના કારણે પણ બાળકોમાં માથાનો દુખાવો થઇ શકે છે. જરૂર કરતા વધારે શારીરિક શ્રમ, આંખો પર વધુ જોર પડવું, ફ્લૂ અથવા વાયરસના ઇન્ફેક્શનના કારણે પણ માથાનો દુખાવો થઇ શકે છે. જો તમારું બાળક સામાન્યથી વધારે માથાના દુખાવાની ફરિયાદ કરે છે તો ડૉક્ટરનો સંપર્ક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here