ટ્રાન્સપોર્ટના તમામ સાધન બંધ : ટ્રેન, બસ બાદ કાલે અડધી રાતથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ, પ્રતિબંધ ક્યાં સુધી રહેશે તે સરકારે જણાવ્યું નથી

0
13

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના કારણે બુધવારે રાતે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં કોઈ પણ માણસ ટ્રાવેલ કરી શકશે નહિ. 19 રાજ્યોમાં સંપૂર્ણ રીતે અને 5 રાજ્યોમાં આંશિક લોકડાઉન છે. પંજાબ અને પુડ્ડુચેરીમાં કર્ફ્યુ છે. એટલે કે આ રાજ્યોમાં સીમાઓ સીલ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે બંધ છે. લોકો કોઈ પણ જગ્યાએ અવર-જવર કરી શકશે નહીં. આ દરમિયાન કેન્દ્રએ આદેશ બહાર પાડ્યો છે કે મંગળવારે રાતે 12 વાગ્યાથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ કરવામાં આવશે. કોઈ પણ મુસાફરે બહાર જવું હોય તો તેઓ મંગળવાર રાતે 11.59 વાગ્યા સુધીમાં પહોંચી જાય. ત્યાર બાદમાં કોઈ ફ્લાઇટ નહીં મળે. દેશમાં દર મહિને સરેરાશ 1.3 કરોડ અને વાર્ષિક 14 કરોડ મુસાફરો ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરી કરે છે.

દેશમાં કઈ-કઈ વસ્તુઓ બંધ છે ?

વિમાન સેવા

કેન્દ્રએ 29 માર્ચ સુધી ઈન્ટરનેશનલ ઉડાનો પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રએ સોમવારે તમામ ઘરેલુ ઉડાન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ કહ્યું કે મંગળવારે રાતે 12 વાગ્યા બાદ તમામ ઘરેલું ઉડાનો બંધ કરવામાં આવશે. જોકે કેન્દ્રએ એ ન જણાવ્યું કે પ્રતિબંધ ક્યાં સુધી રહેશે.

ટ્રેન

31 માર્ચ સુધી રેલવેએ 12500 એટલે કે તમામ મુસાફર ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 9 દિવસ સુધી માલગાડીઓને છોડીને કોઈ પણ ટ્રેન ચાલશે નહિ. એટલે કે રોજ ટ્રેનથી મુસાફરી કરનાર 2.3 કરોડ લોકો હવે કોઈ પણ જગ્યાએ અવર-જવર કરી શકશે નહીં.

મેટ્રો સર્વિસ-ઈન્ટર સ્ટેટ બસો 

કેબિનેટ સેક્રેટરીએ રવિવારે તમામ રાજ્યોના મુખ્ય સેક્રેટરીઓને નિર્દેશ આપ્યો કે મેટ્રો સર્વિસ અને ઈન્ટર સ્ટેટ બસોને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. તેમાં દિલ્હી મેટ્રો પણ સામેલ છે, જેનાથી લગભગ 2 કરોડ લોકો રોજ મુસાફરી કરે છે.

25 રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુ એટલે કે શહેરોની સીમાઓ પણ સીલ

દેશના 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમાં પંજાબ, મહારાષ્ટ્ર અને પુડ્ડુચેરી સામેલ છે, જ્યાં 31 માર્ચ સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્યો અને તેના જિલ્લાની સીમાઓ સીલ છે, એટલે કે કોઈ વ્યક્તિ એક શહેરથી બીજા શહેરમાં જઈ શકશે નહિ. તમામ રાજ્યોમાં લોકડાઉન અગામી 31 માર્ચ સુધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here