ઘરેલું હવાઈ યાત્રા – આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ થઇ, રૂ. 2000માં ટિકિટ બુકિંગ, સમજો હવાઈ ભાડાનું ગણિત

0
7

                                 સરકારે પહેલાથી જ ભાડા માટે નિયંત્રણો મુક્યા છે                                                                               ટ્રાવેલ ટાઈમ મુજબ રૂ. 18,600 સુધીનું ભાડું લાગી શકે છે

સીએન 24

નવી દિલ્હી. બે મહિના બંધ રહ્યા બાદ ઘરેલુ હવાઈ મુસાફરી સોમવારે એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. સરકારે આ હવાઈ મુસાફરીના ભાડા માટે પહેલેથી ભાવ પર નિયંત્રણો (કેપિંગ) મૂકી દીધા છે. હવાઇ મુસાફરીના ભાડાને નિયંત્રિત કરવા સરકારે મુસાફરીના સમયના આધારે તેને 7 વર્ગોમાં વહેંચી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, મુસાફરીના સમયના આધારે ભાડું 7 બેન્ડ્સ (ભાગો)માં વહેંચવામાં આવ્યું છે. આગામી ત્રણ મહિના સુધી મુસાફરો પાસેથી એક જ લાઈનમાં ભાડુ લેવામાં આવશે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે એરલાઇન્સ પોતાને ભાડામાં વધારો કરી શકશે નહીં અને મુસાફરોને ઓછા ભાડા પર મુસાફરી કરવાની સુવિધા મળશે.
40% ટિકિટ સરેરાશ દરે વેચવી ફરજીયાત
સરકારની સૂચના પ્રમાણે એરલાઇન્સને સરેરાશ દરે 40% ટિકિટ વેચવી ફરજિયાત રહેશે. આ ભાડુ આશરે રૂ. 6700 હશે. સરકારે એરલાઇન્સ, એરપોર્ટ અને અન્ય પક્ષો માટે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે. દેશમાં 25 માર્ચથી જારી થયેલ લોકડાઉનના ચોથા તબક્કાના છેલ્લા અઠવાડિયામાં ઘરેલુ હવાઈ સેવા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે ત્યારે દેશમાં છેલ્લા 4 દિવસથી કોવિડ-19ના 6,000થી વધુ નવા કેસ નોંધાયા છે. રવિવારે, દેશમાં કોરોના વાયરસથી 6,767 લોકોને ચેપ લાગવાની પુષ્ટિ કરવામાં આવી છે.
શું છે ભાડાનું ગણિત

  • સરકારે 7 બેન્ડ બનાવ્યા છે. તેમાં પ્રથમ બેન્ડમાં 40 મિનિટથી ઓછી મુસાફરી વાળી ફ્લાઈટ્સ હશે.
  • ફ્લાઇટ્સના આ સમયગાળા માટે ઓછામાં ઓછું ભાડુ રૂ .2,000 અને મહત્તમ ભાડું 6,000 રૂપિયા હશે.
  • 40થી 60 મિનિટની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 2,500થી લઈને 7,500 રૂપિયા સુધીની હશે.
  • 60થી 90 મિનિટ સુધીની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 3,000થી 9,000 રૂપિયા સુધીની હશે.
  • 90થી 120 મિનિટ સુધીની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 3,500થી 10,000 રૂપિયા સુધીની હશે.
  • 120થી 150 મિનિટ ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 4,500થી લઈને 13,000 રૂપિયા સુધીની હશે.
  • 150થી 180 મિનિટ સુધીની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 5,500થી લઈને 15,700 રૂપિયા હશે.
  • 180-280 મિનિટની ફ્લાઇટ્સ માટે ભાડુ રૂ. 6,500થી લઈને 18,600 રૂપિયા સુધીની હશે.

સુધારેલા શેડ્યૂલ પછી ઘણી ફ્લાઇટ્સ રદ થઇ
જોકે, 25 મેથી ઘરેલુ હવાઈ મુસાફરી શરૂ કરવામાં આવશે તેવા સરકારના આદેશ બાદ લોકોએ મોટી સંખ્યામાં ટિકિટ બુક કરાવી હતી. આ સમયગાળા દરમિયાન, 1,050 ફ્લાઇટ્સ બુક કરવામાં આવી હતી, પરંતુ સુધારેલા શેડ્યૂલ પછી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, સેંકડો મુસાફરો નિરાશ થયા છે. અગાઉ ઉડ્ડયન કંપનીઓને તેમની ક્ષમતાના ત્રીજા ભાગની કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here