અમદાવાદમાં IPS અધિકારીના વહીવટદારનો દબદબો, દરેક પોલીસ સ્ટેશનમાં કોઈપણ કામ માટે બે માણસો કાર્યરત

0
0

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હવે નાના પાયે ગુનેગારો સક્રિય થયા છે. 31મી ડિસેમ્બરને લઈ દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સૂચના આપી છે છતાં શહેરમાં દેશી- વિદેશી દારૂ વેચતા બુટલેગરો અને અન્ય નાના મોટા ગુનેગારો વહીવટદારની મહેરબાનીથી આગળ આવી ગયા છે. જેના લીધે વહીવટદારો પોતાને અધિકારીથી સુપિરિયર સમજવા લાગ્યા છે. અમદાવાદ શહેરના એક IPS અધિકારીના વહીવટદારનો રૂઆબ ભલભલાને ઝાંખા પાડી દે તેવો છે. અને વહીવટદારની પોતાની સાથે પોતાના માણસો લઈને ફરે છે. દરેક પોલીસ સ્ટેશનમાં સ્થાનિક વહીવટદાર ઉપરાંત IPS અધિકારીના વહીવટદારના બે માણસો સક્રિય હોય છે.

વહીવટદાર બે ત્રણ દિવસે કમિશનર કચેરીની બહાર ફરતો હોય છે

શહેરના એક IPS અધિકારીનો વહીવટદાર હાલ ખૂબ ચર્ચામાં છે. IPSનો વહીવટદાર દર બે ત્રણ દિવસે કમિશનર કચેરીની બહાર ફરતો હોય છે. બુધવારે બલેનો કાર લઈને વહિવટદારનો માણસ ત્યાં પહોંચ્યો હતો. કાર સાફ કરતા માણસને બોલાવીને રુઆબ મારવા કાર ધોઈ નાખવા કહ્યું. એટલા જ સમયમાં એક સફેદ કલરની વર્ના કાર ત્યાં આવી અને તેમાંથી IPS અધિકારીનો વહીવટદાર પોલીસ યુનિફોર્મ કલરનુ જેકેટ પહેરીને આવ્યો હતો. તેના આવતાની સાથે આસપાસ તેના માણસો ભેગા થવા લાગ્યા અને એક વ્યક્તિ તેની પાછળ ચા નો કપ લઈને દોડતો હતો.જ્યારે એક વ્યક્તિએ વહીવટદારને મોઢામાં સિગરેટ મુકીને સળગાવી આપવા સુધીની વ્યવસ્થા કરી આપી હતી. થોડી વારમાં ત્યાં એક PSI આવ્યા પણ તેને પણ સેલ્યુટ કરવાના બદલે તે પોતાના માણસો સાથે ઠઠ્ઠા મશ્કરીમાં જ વ્યસ્ત રહ્યો હતો.

IPS અધિકારી અને વહીવટદાર હાલ ખૂબ ચર્ચામાં છે

IPS અધિકારી અને વહીવટદાર હાલ ખૂબ ચર્ચામાં છે પશ્ચિમ વિસ્તારમાં અનેક મેટરમાં વહીવટદાર તેના માણસોને ગોઠવી રાખ્યા છે. કારંજ ડીજી વિજિલન્સની રેડમાં જો રાજય પોલીસવડા આશિષ ભાટિયા તપાસ કરે તો વહીવટદાર અને તેમના સાહેબ અંગે ઘણા ખુલાસા થાય તેમ છે. અધિકારીના વહીવટદારના નામ સાથે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે જે અંગે પણ તપાસ જરૂરી છે કે ખરેખર શહેરમાં આવી પ્રવૃત્તિ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here