વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને દૂઆઓની પણ જરૂર છે, હું ઈચ્છું છું કે હવે ચર્ચ, મંદિર અને મસ્જિદ પણ ખુલે

0
0

વોશિંગ્ટનઃ કોરોના સંકટનો ખતરો અને વૈજ્ઞાનિકોની સલાહોને નજરઅંદાજ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકડાઉનમાં અપાતી છૂટછાટને વધારવાના મૂડમાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે રાજ્યોના ગવર્નરોને પ્રાર્થનાઘરો ખોલી દેવા માટે કહ્યું છે. તેમણે પાર્થનાસ્થળોને જરૂરી સ્થાનોની યાદીમાં ગણાવીને આ નિવેદન આપ્યું હતું.

વ્હાઈટ હાઉસમાં મીડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે મારા આદેશ પર સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અલગ અલગ સમૂદાયો માટે દિશા નિર્દેશ જાહેર રહ્યું છે. કેટલાક રાજ્યોએ શરાબની દુકાનો અને અબોર્શન ક્લિનિક ખોલવાનું આવશ્યક માન્યું છે પણ ચર્ચ તથા અન્ય ધાર્મિક સ્થાનોનેને લઈ પોતાની સહમતિ દર્શાવી નથી. હું આ રાજ્યોના ગવર્નરોને હું આહવાન કરું છે કે તેઓ ચર્ચ તથા પૂજાના અન્ય ધાર્મિક સ્થળોને તાત્કાલિક ખોલવા માટે પરવાનગી આપે. આ સ્થળો આપણા સમાજને જોડી રાખવાનું કામ કરે છે. આજે હું પ્રાર્થનાઘર, સિનગોગ, મંદિર અને મસ્જિદોને જરૂરી સ્થળોની કેટેગરીમાં મૂકી રહ્યો છું કેમ કે તે જરૂરી સેવા પ્રદાન કરે છે. ટ્રમ્પે કહ્યું હતું કે ગવર્નર આ અંગે જેમ બને તેમ જલ્દી નિર્ણય લે. જો તેવો આવું કરવામાં અસમર્થ રહેશે તો મારે તેમના વિરોધમાં જવું પડશે. અમેરિકાને ઓછી નહીં પણ વધુ દૂઆ અને પ્રાર્થનાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને નજર સમક્ષ રાખીને અમેરિકામાં ચર્ચ સહિત દરેક ધાર્મિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યાં છે. સામૂહિક પ્રાર્થના કરવા પર પણ પ્રતિબંધ છે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કોરોનાના બીજા સ્ટેજની સ્થિતિમાં પણ લોકડાઉન નહીં કરવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાયી લોકડાઉન એ સ્વસ્થ રાજ્ય કે સ્વસ્થ દેશની રણનીતિનો ભાગ નહીં બને. આપણો દેશ બંધ કરવા માટે નથી. ક્યારેય ખતમ ના થઈ શકે તેવું લોકડાઉનથી એક સાર્વજનિક સ્વાસ્થ્ય આપતિ પણ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 15 લાખથી વધુ નાગરિકો સંક્રમિત થયા છે તો 90 હજારથી પણ વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુસાર અમેરિકામાં જૂનની શરૂઆત થતાં થતાં જ કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા પણ એક લાખ સુધી પહોંચી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here