ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની કંપનીઓને અમેરિકાના શેરબજારોમાંથી બહાર કાઢનારા કાયદા પર હસ્તાક્ષર કર્યાં

0
0

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તેમના કાર્યકાળના અંતિમ દિવસો પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રહ્યું છે. ટ્રમ્પે ચીનની કંપનીઓને અમેરિકાના શેરબજારોમાંથી બહાર કાઢવાને લગતા એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો ચીનની કંપનીઓને સ્ટોક એક્સચેન્જની બહાર કાઢવા માટે વધુ શક્તિ આપશે.

નવો કાયદો શું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ધ હોલ્ડિંગ ફોરેન કંપની અકાઉન્ટેબલ એક્ટ’ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા પ્રમાણે જે કંપની સતત ત્રણ વર્ષ સુધી અમેરિકી અકાઉન્ટીંગ ઓવરસાઈટ બોર્ડના ઓડિટ નિયમોનું પાલન કરતી નથી તે અમેરિકાના કોઈ પણ એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ શકશે નહીં. જોકે, આ કાયદો કોઈ પણ દેશની કંપનીને લાગૂ થાય છે. અલબત આ કાયદાનો મૂળ ઉદ્દેશ અમેરિકામાં લિસ્ટેડ અલીબાબા, ટેક ફર્મ Pinduoduo Inc અને અગ્રણી ઓઈલ કંપની પેટ્રોચાઈનાને બહાર કરવાનો છે.

આ કાયદો US કોંગ્રેસમાંથી આ વર્ષે મંજૂરી થયો હતો
ચીનના કારોબારને અટકાવનાર આ કાયદો આ વર્ષે US કોંગ્રેસમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. વિપક્ષી ડેમોક્રેટ અને રિપબ્લિક બન્ને પક્ષોના સાંસદોએ ચીન વિરોધી આ કાયદાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઈરસ માટે વારંવાર ચીનને જવાબદાર ઠરાવે છે. ત્યારબાદથી તેઓ ચીન સામે કડક વલણ અપનાવી રહ્યા છે. નવા કાયદા અંતર્ગત પબ્લિક કંપનીઓની માલિકી અંગે પણ ખુલાશો કરવો પડશે.

અમેરિકાએ ચીનની અનેક કંપનીઓને બ્લેકલિસ્ટ કરી
આ અગાઉ ટ્રમ્પ પ્રશાસને ચીનની અનેક કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. તેમા ચિપમેકર SMIC અને ચીનની ડ્રોન ઉત્પાદક SJI ટેકનોલોજી કંપની લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ પગલાની વ્યાપાર અને અનેક આર્થિક મુદ્દા પર વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે છેડાયેલી લાંબી લડાઈમાં પોતાની છબિને ચમકાવવા રિપબ્લિકન ટ્રમ્પના નવા પ્રયાસો તરીકે જોવામાં આવે છે. અમેરિકાના વાણિજ્ય વિભાગનું કહેવું છે કે SMIC સામેની કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણ કે બેઈજિંગ સૈન્ય ઉદ્દેશો માટે નાગરિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને તેને લીધે સર્જાયેલી ચિંતાને નજર અંદાજ કરી શકાય તેમ નથી.

અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં લાંબા સમયથી તણાવ
વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે સંબંધ છેલ્લા એક વર્ષમાં ઘણા બગડી ગયા છે. વિશ્વના સૌથી મોટા બે અર્થતંત્રોમાં કોરોના વાઈરસના ફેલાવા, દક્ષિણ ચાઈના સીમાં મિલિટ્રી બેઝનું નિર્માણ તથા હોંગકોંગમાં માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈ પરસ્પર સંબંધ બગડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here